Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જયેશભાઇ રાદડીયાની ટીકીટ રીપીટ થતા જામકંડોરણામાં ખુશીનો માહોલ જયેશભાઇએ માતાના આશિર્વાદ લીધાઃ જયેશભાઇ રાદડીયા સોમવારે ઉમેદવારી પત્ર ભરશે

જયેશભાઇ રાદડીયાની ભાજપની ટીકીટ રીપીટ થતા જામકંડોરણામાં ખુશીનો માહોલ (તસ્‍વીર-મનસુખ બાલધા)         
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧૨: ભારતીય જનતા પાર્ટી દ્વારા ૭૪- જેતપુર જામકંડોરણા સીટમાં જયેશભાઇ રાદડીયાને રીપીટ કરવામાં આવતા જયેશભાઇએ પિતા વિઠલભાઇ રાદડીયાની  પ્રતિમાને હારતોરા કરી અને ઠાકોરજીના દર્શન કરી દાદાશ્રી હંસરાજબાપા અને માતૃશ્રી ચેતનાબેને આશિર્વાદ આપ્‍યા હતા ભાજપના મોવડી મંડળ દ્વારા જયેશભાઇ રાદડીયાની જામકંડોરણા જેતપુર વિધાનસભા સીટમાં પસંદગી થતાં મોટી સંખ્‍યામાં સમર્થકો તેમજ કાર્યકરો કન્‍યા છાત્રાલયના ગેઇટ પાસે આવી પહોંચ્‍યા હતા અને તેમનું ફટાકડા ફોડી મો મીઠુ કરી ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું જયેશભાઇ રાદડીયા રીપીટ થતા જામકંડોરણા તાલુકામાં આનંદ અને ઉત્‍સાહનો મહોલ જોવા મળ્‍યો હતો અને ઉપસ્‍થિત રાજકોટ જીલ્લા બેંકના યુવા ડિરેકટર લલીતભાઇ રાદડીયા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ  રાણપરીયા, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, કરણસિંહ જાડેજા, વિઠ્ઠલભાઇ બોદર, નાથાભાઇ બાલધા, બાવનજીભાઇ બગડા, ખીમજીભાઇ બગડા, ગૌતમભાઇ વ્‍યાસ સહિતના આગેવાનો તેમજ મોડી સંખ્‍યામાં કાર્યકરોએ હાજર રહી જયેશભાઇ રાદડીયાનું હારતોરાથી સ્‍વાગત કર્યુ હતું આ તકે જંગી બહુમતીથી પોતાનો વિજય થશે તેવુ જયેશભાઇ રાદડીયાએ જણાવ્‍યું હતું જયેશભાઇ રાદડીયા સોમવારે વાજતે ગાજતે સમર્થકો તેમજ કાર્યકરો સાથે ઉમેદવારીપત્ર ભરશે

 

(11:55 am IST)