Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જુનાગઢના બે દારૂના ધંધાર્થી પાસા તળે જેલ હવાલે થયા

જુનાગઢ તા.૧ર : કામદાર સોસાયટી પ્રોહી બુટલેગર્સ (૧) સંજય ભીખુભાઇ દેવધરીયા તથા (ર) ધર્મેન્‍દ્ર રણછોડભાઇ ભીંડોરીયા વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્‍ટ ઇસ્‍યુ થયા બાદ બંન્‍ને ઇસમોને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. જે.એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા પો. હેડ કોન્‍સ. જીતેશ એચ.મારૂ તથા પો. કોન્‍સ. સાહિલભાઇ સમાને સંયુકતમાં હકિકત મળેલ  કે, સદર પાસા વોરન્‍ટના આરોપીઓ પૈકી (૧) સંજય ભીખુભાઇ દેવધરીયા રહે. કામદાર સોસાયટી જુનાગઢ વાળાને પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા પો. કોન્‍સ. કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાએ હકિકત આધારે ગીરનાર પર્વત પર આવેલ ૩૦૦૦ પગથીયેથી પકડી પાડી મજકુર બંન્‍ને ઇસમોને હસ્‍તગત કરી સેન્‍ટ્રલ જેલ, વડોદરા તથા સેન્‍ટ્રલજેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે.એચ.સિંઘવ તથા એ ડીવી પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. એમ.એમ.વાઢેર તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્‍સ. જીતેષ એચ. મારૂ તથા પો. કોન્‍સ. સાહિલભાઇ સમા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા વુ. પો. કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા તથા એ ડીવીજન પો. સ્‍ટે.એ.એસ.આઇ. સુરેશભાઇ કારેથા તથા પો. હેડ કોન્‍સ. મોહસીનભાઇ અબડા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(4:30 pm IST)