Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

મોરબીમાં પુલ તુટવાના કેસમાં આરોપીઓની રીમાન્ડ અંગેની અરજી ડિસ્ટ્રિકટ કોર્ટે રદ કરી

રાજકોટ,તા.૧૨ : ઝુલતા પુલ કેસમાં આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી ડીસ્ટ્રિકટ કોર્ટે પણ નામંજૂર કરી છે.

મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ તપાસમાં કોઈ ખાસ મહત્વની વિગતો બહાર નથી આવી. અને પોલીસ પણ હાલમાં આ કેસમાં કોઈ અપડેટ નથી હશે તો જણાવશું તેવું કહી મૌન સેવી લીધું છે. આ કેસમાં હજુ મુખ્ય આરોપીઓના કોઈના નામ ખુલ્યા નથી. ત્યારે મોરબી પોલીસે આ કેસમાં કરેલી આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી પણ ડીસ્ટ્રિકટ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જ્યારે આ કેસમાં આજે જેલમાં રેહલા અને પુલ રીનોવેશન કરનાર ધાંગધ્રાના કોન્ટ્રાકટર  પ્રકાશ રાઠોડે જામીન અરજી મૂકી છે. જેની સુનવણી સોમવારે થશે.

 ઝુલતા પુલ કેસની તપાસને લઈને પેહલેથી સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અત્યાર સુધીમાં માત્ર આ કેસના દસ્તાવેજી કાગળો કબ્જે કર્યાનું જ માત્ર જાહેર કર્યું છે. આ કેસમાં જ્લ્ન્, ટેકનિકલ ટીમ, વગેરેએ આપેલા રિપોર્ટમાં શું આવ્યું તેવી કોઈ માહિતી પણ જાહેર કરવામાં આવી નથી. તેમજ આ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ દ્વારા હજુ પણ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જેથી ૧૩૫ નિર્દોષ લોકોના મોતની દુર્ઘટનામાં પોલીસ તપાસ અને ઓરેવા કંપની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(1:29 pm IST)