Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

યુવતિને બહેન બનાવી ઘરે લઇ જઇ બળાત્કાર કરનાર ફિરોઝ કોર્ટહવાલે

જંગલેશ્વરના હવસખોર રિક્ષાચાલકને અગાઉ પત્નિ પણ છોડીને જતી રહી છેઃ ભકિતનગર પોલીસે આકરી પુછતાછ કરી

રાજકોટ તા. ૧૨: મોરબી પંથકમાં કુટુંબીજનો સાથે રહી મજૂરી કરતાં મુળ મહિસાગર પંથકની ૧ં૯ વર્ષની યુવતિ ગુરૃવારે સાંજે પ્રેમીને મળવા રાજકોટ બસ સ્ટેશને આવી પહોંચ્યા બાદ તેને તેનો પ્રેમી તેડવા માટે જ ન આવતાં અને પ્રેમી સાથે વાત કરવા માટે જે રિક્ષાચાલકના ફોનનો ઉપયોગ કર્યો હતો એ જંગલેશ્વરના ફિરોઝ નામના શખ્સે તેણીને બહેન બનાવી રાતે પોતાની ઘરે આવી પોતાના માતા સાથે સુઇ જવા અને સવારે પોતે ફરી બસ સ્ટેશને મુકી જશે તેવી વાતો કરી ભોળવીને યુવતિને ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારી લીધો હતો. પોલીસે ફિરોઝ ઉર્ફ દકો ઇકબાલભાઇ બાબવાણી (ઉ.૨૯-રહે. જંગલેશ્વર શિયાણીનગર-૧, ભવાની ચોક)ને દબોચી લઇ આગવી ઢબે પુછતાછ કરી હતી.

યુવતિ પોતે વતન જઇ રહે છે તેવું ખોટુ બોલીને વાંકાનેરથી રાજકોટ ગુરૃવારે સાંજે આઠેક વાગ્યે આવી પહોંચી હતી. અહિ પ્રેમી તેને બસ સ્ટેશને તેડવા આવવાનો હતો. પરંતુ તે આવ્યો નહોતો. આ વખતે ફિરોઝ નામના રિક્ષાચાલકે પોતાના ફોનમાંથી યુવતિની વાત તેના પ્રેમી સાથે કરાવી હતી. પ્રેમીએ પોતે રાતે નહિ સવારે આવશે તેવું કહી દેતાં ફિરોઝની દાઢ ડળકી હતી અને તેણીને ફોસલાવી પોતાની ઘરે લઇ ગયો હતો અને દૂષ્કર્મ આચર્યુ હતું. યુવતિ તેને પાટુ મારી પછાડી દઇ ભાગી છુટી હતી અને પોલીસ સ્ટેશને પહોંચી હતી.  પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસીપી બી. વી. જાદવની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. પરમાર, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હિરેનભાઇ પરમાર, દિલીપભાઇ બોરીચા, કોન્સ. વાલજીભાઇ જાડા, મયુરસિંહ, પૂનમબેન વાઘેલા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા અને દિપ ટાંકે આ કામગીરી કરી હતી. હવસખોરને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી હતી. ફિરોઝ પરણેલો છે પણ અગાઉ તેને પત્નિ છોડીને જતી રહી છે. તે અગાઉ જૂગારના ગુનામાં પ્ર.નગર પોલીસના હાથે પકડાયો હતો.

(1:30 pm IST)