Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વંથલી શાપુરના પીજીવીસીએલ કર્મચારીઓને ૨૦ દિ' અગાઉ સોપાયેલી ચૂંટણી ફરજ અંગેની કામગીરી બાબતે રોષ

જૂનાગઢ,તા.૧૨  : વંથલી  તથા શાપુર પીજીવીસીએલ ના જુનિયર  આસિસ્‍ટન્‍ટ અને સિનિયર આસિસ્‍ટન્‍ટ કર્મચારી ઓ  કે જેમને ફિલ્‍ડ માં જઈ ને કૅલેકશન તથા બિલ બનાવવાના હોય છે જે તેઓએ નિર્ધારિત સમય મર્યાદા માં પૂર્ણ કરવાનું હોય છે જેથી કંપની ને રેવન્‍યુ લોસ ન જાય અને કામગીરી સમય સર થાય. અને ગ્રાહકોને સમય સર બિલ મળી જાય.

આમ છતાં હાલ માં ૨૦૨૨ની વિધાન સભાની સામાન્‍ય ચૂંટણીની જાહેરાત થતાજ ચૂંટણી અધિકારીની સહી થી તા.૯/૧૧/૨૦૨૨ થી તા.૩૦/૧૧/૨૨ સુધી વંથલી તથા સાપુર પીજીવીસીએલ ના તમામ જુ. ક્‍લાર્ક તથા સીની. ક્‍લાર્કને ચૂંટણી આચારસંહિતાઃ કંટ્રોલ રૂમની ફરજના ઓડર કાઢી આપવામાં આવેલ.

અને સરકારના નિયમ મુજબ ચૂંટણીમાંને લગતી કામગીરી માટે ફરજ સોંપતા પહેલા કર્મચારીઓ ને તાલીમ આપવાની હોય છે. આમ છતાં તમામ કર્મચારી ઓ ને કોઈપણ જાત ની તાલીમ વગર સૌ પ્રથમ વખત આચારસંહિતા કંટ્રોલ રૂમના ઓડર આપી દેવામાં આવેલા છે.

આ અંગે પીજીવીસીલના એમ.ડી  વરુણકુમાર બરનવાલે  સૌરાષ્‍ટ્રના તમામ કલેકટરને ચૂંટણીમાં ફરજ મુક્‍તિ અંગેની રજુઆત પણ કરેલ. એમાં ઉલ્લેખ પણ કરેલો છે કે PGVCL ને સરકારે અવશ્‍યક સેવા જાહેર કરેલ હોય જેથી કેડર વાઈજ ચૂંટણી ફરજમાંથી મુક્‍તિ આપવાની રજુઆત  કરેલી.

(4:30 pm IST)