Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જામનગરનાં પડાણામાં યુવકનું પડી જતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: લાલપુર તાલુકાના પડાણા ગામે ગોલ્‍ડન ગેઈટ પાસે કંપનીના રૂમમાં રહેતા ગુરૂવિંદરસીંગ નિશાનસીંગ એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ગુરૂસેવક સતનામસીંગ, ઉ.વ.ર૧, વાળો કોઈપણ કારણસર જોગવડ ગામે આશાપુરા હોટલ પાછળ બાવળની ઝાડીમાં પડી જતા મોઢામાંથી લોહી નીકળતા મરણ થયેલ છે.

બોગસ ડોકટર ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. દિનેશભાઈ રામજીભાઈ સાગઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, રીલાયન્‍સ એલ.સી.૮ ગેઈટ સામે પતરા કોલોનીમાં આરોપી વિવેકાનંદ રાજેન્‍દ્રભાઈ સિંકદર એ કોઈ મેડીકલ ડોકટરને લગત કોઈ ડીગ્રી ધરાવતા ન હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપી પૈસા વસુલ કરી પોતાના કબ્‍જામાં દવાઓ તથા સાધનો મળી ર,૮૮૮/ના મુદામાલ રાખી ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. માનસંગભાઈ રવજીભાઈ ઝાપડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરમશાળા પાસે આવેલ ખીજડા પાસે જાહેર રોડ પર જામજોધપુરમાં આરોપી ભાવેશગીરી પ્રતાપગીરી ગૌસ્‍વામીએ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી નસીબ આધારીત જુગાર રમી રમાડી રોકડા રૂ.૬પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઘેલુભા વાઢેર એ ફરીયાદ નોંધાવી છે કે, અંબર ટોકીઝ પાસે, પી.એન.રોડ અપુરવા પ્‍લાઝા બિલ્‍ડીંગમાં આરોપી કૃણાલ દિલીપભાઈ પટેલ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૮૦૦/ના મુદામાલ સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે.

(4:30 pm IST)