Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જામનગરના ખીજડા મંદિરે કેન્‍દ્રીય અને ક્ષેત્રીય મંત્રીની ઉપસ્‍થિતિમાં વિશ્વ હિન્‍દુ પરિષદના હિતચિંતક અભિયાનમાં સંતો મહંતો પણ જોડાયા

જામનગરઃ જામનગરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા દેશભરમાં ચાલી રહેલા હિતચિંતક અભિયાન અંતર્ગત વિશ્વ હિન્‍દુ પરિષદના કેન્‍દ્રીય મંત્રી અજય પરીખ અને ક્ષેત્રીય મંત્રી અશોક રાવલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ દરમિયાન જામનગરના વિવિધ વિસ્‍તારોમાં ચાલી રહેલ હિતચિંતક અભિયાન અંતર્ગત જામનગરના ધાર્મિક સ્‍થળોમાં પણ મુલાકાત લેવામાં આવી હતી. છોટી કાશી ગણાતા જામનગર શહેરમાં આવેલ શ્રી કળષ્‍ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે સંત પૂ. લક્ષ્મણદેવજી મહારાજને હિતચિંતક અભિયાન અંતર્ગત તેઓને વિશ્વ હિન્‍દુ પરિષદના જિલ્લા અધ્‍યક્ષ ભરતભાઈ ડાંગરિયા, બજરંગ દળના સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, ઉપાધ્‍યક્ષ સુબ્રમણ્‍યમભાઈ પિલ્લે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર પ્રસારના સંયોજક કિંજલભાઈ કારસરીયાએ કેન્‍દ્રીય અને ક્ષેત્રીય મંત્રી સાથે ખાસ મુલાકાત લઈને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા થઈ રહેલા જાગણી કાર્ય અંગે વાકેફ કરી સંતો-મહંતોને પણ વિશ્વ હિન્‍દુ પરિષદના દેશ વ્‍યાપી હિતચિંતક અભિયાનમાં જોડ્‍યા હતા.

(1:53 pm IST)