Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

મોરબી: ઝૂલતા પુલની દુર્ઘટનામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવા કેસરીનંદન મિત્રમંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન.

મોરબીમાં બનેલી દર્દનાક ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી રહી છે. ત્યારે આગામી ૧૬ નવેમ્બરના રોજ કેસરી નંદન મિત્રમંડળ દ્વારા ઝુલતા પુલ તુટવાની દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તા.૧૬-૧૧-૨૨ નવેમ્બરને રાત્રીના ૯-૦૦ કલાકે રોટરી નગરમાં આવેલ કેસરીનંદન હનુમાનજીના મંદિર ખાતે મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તેમજ તેમના મોક્ષાર્થે હનુમાનજીને પ્રાર્થના કરવા માટે કેસરીનંદન ગૃપ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે. જેમાં આચાર્ય અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સંગીતમય સુંદર કાંડ પાઠનું રસપાન કરાવવામાં આવશે.
નોંધનીય છે કે આ સુંદરકાંડના પાઠમાં દિવંગત સ્વજનોના ફોટા વિનામૂલ્યે મુકવામાં આવશે. એ માટે  વિમલભાઇ મો. ૯૪૨૬૯ ૩૦૮૦૮ અને મહેન્દ્ર સિંહ મો. ૯૪૨૬૪૪૮૩૭૪ નો સંપર્ક કરવાનું કેસરીનંદન ગૃપ દ્વારા જણાવામાં આવ્યું છે.

(10:41 pm IST)