Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

મોરબી: MCMC અંતર્ગત મીડિયા મોનીટરીંગ અને પેઈડ ન્યુઝની કામગીરી અંગે માર્ગદર્શન તાલીમ યોજાઈ.

મોરબી : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે MCMC કામગીરી માટે જિલ્લા માહિતી કચેરી હેઠળ ફાળવવામાં આવેલા સ્ટાફને માર્ગદર્શન આપવા માટેની તાલીમ મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC નોડલ અને સહાયક માહિતી નિયામકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી(MCMC)ની રચના કરવામાં આવી છે. જે અન્વયે કલેકટર કચેરી ખાતે ન્યુઝ ચેનલના મોનીટરીંગ માટે મીડિયા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત માહિતી કચેરી ખાતે પેઈડ ન્યુઝ મોનિટરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
આ MCMC કામગીરીની તાલીમ અંતર્ગત રાજકીય પક્ષો તરફથી ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો/સંસ્થા/ટેકેદારો તરફથી પ્રિન્ટ મિડીયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉધારવા અંગે(પેઈડ ન્યુઝ)ની કામગીરી, રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો , પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુલ રેકોર્ડિંગ અને ચેનલોના સતત મોનિટરીંગની કામગીરી અને એક પણ પ્રકારના પેઇડ ન્યુઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્ચિત કરવાની કામગીરી વગેરે બાબતે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરી આ કામગીરી માટે શું કરવાનું રહે છે તે માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી અન્વયે ટીમોને રચના કરી તેમને કામગીરીની ફાળવણી કરવામાં આવી હતી

(10:43 pm IST)