Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પાલિકા -જીલ્લા-તાલુકા પંચાયતોમાં ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો ' દિ

ભાજપ, કોંગ્રેસ, એનસીપી, આપ તથા અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં : ૨૮મીએ મતદાન

પ્રથમ તસ્વીરમાં ધોરાજી જીલ્લા પંચાયત માટે અને બીજી તથા ત્રીજી તસ્વીરમાં વડિયા જીલ્લા તાલેકા પંચાયત માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. (તસ્વીરઃ કિશોર રાઠોડ -ધોરાજી, ધર્મેન્દ્ર બાબરીયા -ધોરાજી, મનસુખભાઇ બાલધા -જામકંડોરણા -ભીખુભાઇ વોરા -વડિયા)

રાજકોટ,તા. ૧૩: રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જીલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચારકાર્ય જોરશોરથી થઇ રહ્યું છે. ત્યારે આજે પાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

સોમવારે ફોર્મની ચકાસણી થશે અને મંગળવારે ફોર્મ પરત ખેંચી શકાશે. જ્યારે તા. ૨૮ને રવિવારે મતદાન થશે.

ધોરાજી

તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે વધુ જોવા મળી હતી જેમાં ધોરાજી મામલતદાર કચેરી ખાતે આઠ સીટ માટે ના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં ૨૨ ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના.૧૨ ફોર્મ ભરાયા હતા તેમજ કોંગ્રેસના. ૯ ફોર્મ ભરાયા હતા તેમજ આમ આદમી ના. ૧ ફોર્મ ભરાયુ હતું.

જયારે તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ સમક્ષ ૨૨ ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપના ૧૦ તેમજ કોંગ્રેસના ૧૨ ફોર્મ ભરાતા કુલ ૨૨ ફોર્મ તાલુકા પંચાયતમાં ભરાયા હતા.

તાલુકા પંચાયત ના બે સ્થાનો ઉપર ફોર્મ ભરાતા ટોટલ ૪૪ ફોર્મ ભરાયા હતા.

તેમજ જિલ્લા પંચાયતની ધોરાજીની બે સીટ ઉપર ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે મોટીમારડ સીટ ઉપર ૨ ભાજપના તેમજ ૧ કોંગ્રેસ નું ફોર્મ ભર્યું હતું જયારે સુપેડી સીટ ઉપર ૨ ભાજપના તેમજ ૩ કોંગ્રેસના ફોર્મ ભરાયા હતા અગાઉ મોટીમારડ સીટ ઉપર એક કોંગ્રેસ નું ફોર્મ ભર્યું હતું ટોટલ ૯ ફોર્મ રજૂ થયા હતા.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારાઃ  ટંકારા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાં આજે ૭ ઉમેદવારોએ નામાંકન કર્યું છે. આ સાથે તાલુકા પંચાયતની ૧૫ બેઠકો ઉપર ૩૭ ઉમેદવારોએ નામાંકન કર્યું છે. સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો નોંધાયો હતો.

જિલ્લા પંચાયતની લજાઈ બેઠક ઉપર દિનાબેન અનિલકુમાર કામરીયા અને જાગૃતિબેન વિનોદભાઈ ડાકાએ તથા ઓટાળા બેઠક ઉપર પરમાર સોમીબેન કમલેશભાઈ, પરમાર ડિમ્પલબેન મકનભાઈ, પારીયા અમૃતાબેન નિરંજનભાઈ અને ટંકારા બેઠક ઉપર ભુપેન્દ્રભાઈ દામજીભાઈ ગોધાણી, કાંતિલાલ દામજીભાઈ અઘેરાએ ફોર્મ ભર્યું હતું.

પંચાયતની હરબટીયાળી બેઠક ઉપર ઝાપડા જીગુબેન મહેશભાઈ, જબલપુર બેઠક ઉપર સુરલીયા નિલેશભાઈ દયાળજીભાઇ, હરસોરા રાજેશભાઈ કિશોરભાઈ, નારીયાણા કૌશિકભાઈ મગનભાઈ, મિતાણા બેઠક ઉપર સંદ્યાણી અશોકભાઈ ચકુંભાઈ, સંદ્યાણી મધુબેન અશોકભાઈ, નાના ખીજડિયા બેઠક ઉપર દધોરિયા અસ્માબેન મહમદઅલી, ઉઠમણા નજમાબેન તુંફેલઅહમેદભાઇ, નેકનામ બેઠક ઉપર હાલપરા મયુર વશરામભાઈ, અદ્યેરા ધર્મેન્દ્ર ભાણજીભાઈ, દેત્રોજા નલિનભાઈ સરજીભાઈ, કોરિંગા મુકેશભાઈ મગનભાઈ, ઓટાળા બેઠક ઉપર દેત્રોજા કિરણબેન નરેન્દ્રભાઈ, દેત્રોજા ચંદ્રિકાબેન અંબારામભાઈ, ઘોડાસરા અમૃતાબેન મગનભાઈ, સાવડી બેઠક ઉપર ઢેઢી રિટાબેન ચંદ્રકાંતભાઈ, ગજેરા રીનાબેન પ્રદીપભાઈ, વીરવાર બેઠક ઉપર દુબરિયા ગીતાબેન રમેશાભાઈ, પરમાર લાભુબેન રાયમલભાઈ, ધુનડા બેઠક ઉપર જનકબેન ગૌતમભાઈ ખાખરીયા, કુંદન જગદીશભાઈ કોરડીયા, મનીષબેન રાજેશભાઈ કોરડીયા, લજાઇ -૧ બેઠક ઉપર લાભુબેન જયંતિલાલ સારેસા, વૈશાલી જયેશભાઇ ચાવડા, લજાઈ-૨ બેઠક ઉપર પંકજભાઈ દયારામભાઈ મસોત, નસીતપર બેઠક ઉપર વિપુલભાઈ હરગોવિંદ કુંડારિયા, પ્રદીપભાઈ રતનશી બરાસરા, ટંકારા બેઠક ઉપર સુનીતાબેન ભુપેન્દ્રભાઈ ગોધાણી, નીમિયા અલ્પેશભાઈ ભાલોડીયા, ભાવનાબેન નવઘણભાઈ દંતેસરિયા, ચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલ, ટંકારા-૨ બેઠક ઉપર ચેતનકુમાર રમણિકભાઈ ત્રિવેદી, સલિમભાઈ દાઉદભાઈ ભાણુ, ઇરફાનભાઈ હાસમભાઈ સોહવદી , મિતેષ ચંદ્રકાંતભાઈ. મહેતા. ધર્મેન્દ્ર કકકડ, ટંકારા-૩ બેઠક ઉપર રુષતમ હુસેનભાઈ ચૌધરી, ઉસ્માન હુસેનભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.

ધોરાજી

(કિશોર રાઠોડ -ધર્મેન્દ્ર બાબરીયા -મનસુખભાઇ બાલઘા દ્વારા) ધોરાજીઃ રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા તેમજ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ઓબીસી કિશોરભાઈ રાઠોડ પૂર્વ નગરપતિ વીટી પટેલ હરકિશન ભાઈ માવાણી કે.પી માવાણી વિપુલભાઈ બાલધા વિગેરે અગ્રણીઓ સાથે ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા પંચાયતની જામકંડોરણા તેમજ તડવી સહિતના ઉમેદવારો સાથે ફોર્મ ભરવા આવ્યા હતા

રાજકોટ જિલ્લા પંચાયતની બે સીટ જામકંડોરણા તેમજ દડવી સીટના બંને ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોમ રજૂ કર્યા હતા.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : વડિયા જિલ્લા પંચાયત સીટ માટે ભાજપ તરફથી વડિયાના પૂર્વ સરપંચ વિપુલ રાંકને ઉમેદવાર બનવવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ તરફથી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વડિયાએ પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ અને વર્તમાન વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીનો મત વિસ્તાર છે. ત્યારે બંને પક્ષ તરફથી ચૂંટણી માટેએડી ચોંટીનું જોર લગાવવામાં આવે તેવું લાગી રહ્યુ છે. તાલુકા પંચાયત માં વડિયા -૧ -સોનલબેન રાજુભાઈ ધામેચા, વડિયા -૨ તરૂણાબેન વિનુભાઈ સોજીત્રા, પીપળીયા ઢુંઢીયામાં કમલેશભાઈ વલ્લભભાઈ હિરપરા, દેવળકી સીટ પર બાબુભાઇ ટપુભાઈ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયારે ભાજપ તરફથી વડિયા -૧-રાધિકાબેન તુષારભાઈ ગણાત્રા, વડિયા -૨-તરુણાબેન જયસુખભાઇ ભુવા, પીપળીયા ઢુંઢીયા સીટ -ગજેન્દ્રભાઈ પટોડીયા, ખડખડ સીટ -પરષોત્ત્।મભાઇ હિરપરા, અને દેવળકી સીટ પર શોભનાબેન મકવાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.આ ઉમેદવારી નોંધાવવા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તાલુકા લેવલના હોદેદારો હાજર રહ્યા હતા. સાથે તમામ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવ્યા બાદ પાર્ટીએ પોતાના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે.

(10:15 am IST)