Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોલીસની ફલેગમાર્ચ

 વીરપુર (જલારામ) : રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના અને જેતપુર ડિવિઝનના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વતૈયારી અંતર્ગત પીએસઆઈ આર.એ.ભોજાણી તેમજ જેતપુર તાલુકા પીએસઆઈ પી.જે.બાંટવા તથા વિરપુર હેડકોન્સ્ટેબલ મનેશભાઈ પરમાર તથા કોન્સ્ટેબલ જયેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે વિરપુર ટાઉન,કાગવડ,પીઠડીયા સહિતના ગામોમાં ફ્લેગમાર્ચ યોજી હતી ફ્લેગમાર્ચ થકી પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તાર અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કિશન મોરબીયા -વિરપુર)

(11:20 am IST)