Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કુરંગાના યુવાનની હત્યા મામલે આરોપીએ હત્યામાં વપરાયેલ લાકડી અને પથ્થર શોધી આપ્યા

ત્રણ દિવસના રિમાન્ડમાં આરોપીને ઘટના સ્થળે લઇ જઇ રિકન્ટ્રકશન કરાવાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૩: આજે ૩ દિવસના રિમાન્ડ પર પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીનું મુદ્દામાલ ડિસ્કવરી અને રિકન્ટ્રશન અને પંચનામું કરવામાં આવ્યું જેમાં તપાસનીશ અધિકારી ડી.વાય.એસ.પી સમીર સારડા એ ટીમ અને પંચો સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર હત્યાનો ઘટનાક્રમ આરોપી પાસે પુનરાવર્તન કરાવેલ હતો. આરોપીએ હત્યામાં વપરાયેલ મરણ જનારના લોહી વાળો પથ્થર છુપાવેલ તે શોધી આપ્યો હતો અને લોહી વાળી લાકડી પણ પોલીસે કબ્જે કરી હતી. ખૂબ ગૂંચવણ ભર્યા આ હત્યા મામલે પોલીસે ખૂબ મહેનત કરી ચોક્કસ માહિતીના આધારે શંકમદને ઝડપી હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો.

ગૂંચવણ ભર્યા આ હત્યા મામલે જિલ્લા પોલીસ વડા અને આઇપીએસ શ્રી સુનીલ જોષીએ ખૂબ હોશિયાર અધિકારીઓને આ હત્યાનો ભેદ ઉકેલવા કામે લગાડ્યા હતા જેમાં દ્વારકા જિલ્લાના તમામ વિસ્તારોથી પરિચિત રહેલા અને ક્રાઈમના ગુન્હામાં જેમની કામગીરી હંમેશા કાબિલે તારીફ રહી છે એવા ડી.વાય.એસ.પી સમીર શારડા,ડી.વાય.એસ.પી હિરેન્દ્ર ચૌધરી તેમજ એલ.સી.બી ના જગદીશ ચાવડાએ તેમજ એસ.ઓ.જી ની ટીમે પણ ખેતરો ખુંદી આ હત્યાનું મહત્વનું પગેરું શોધી આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. દ્વારકા પાસેની કુરંગા ગામના  વાલા રાયમલ હાથીયા નામના ૩૦ વર્ષના યુવાનની લોહી લુહાણ હાલતમાં લાશ ખેતરના શેઢે કુરંગાના સિમ વિસ્તારમાં મળેલ હોઈ પોલીસે હત્યા કરનાર રામશી નામના શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી કોર્ટમાં રજૂ કરતા આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા જેમાં તપાસના હત્યામાં વપરાયેલ પથ્થરને પણ શોધી આપ્યો હોઈ તે પણ કબ્જે લેવાયો હતો સાથે હત્યામાં વપરાયેલ લાકડી પણ પોલીસે પંચ રૂબરૂ કબ્જે કરી હતી સમગ્ર હત્યાને આરોપીએ કેમ અંજામ આપ્યો તે પણ જણાવ્યું હતું અને આ કામે સાક્ષી મરણ જનાર સાથે આરોપીને હત્યાના બનાવ પહેલા જોઈ ગયેલ એટલે સાક્ષી પાસે મામલતદાર રૂબરૂ ઓળખ પરેડ કરાવવામાં આવી. આ બનાવ અંગે આરોપી વિરૂદ્ઘ નક્કર પુરાવા એકઠા કરવા માં હાલ દ્વારકા પોલીસ સફળ રહી છે અને પોલીસ દ્વારા ઉદાહરણ રૂપ કડક કાર્યવાહી થાય જેથી આવા હિંસક બનાવોનું પુનરાવર્તન થતું અટકે એવી લોકોની અપેક્ષા છે.

(11:26 am IST)