Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જેઠે ભાઇની પત્‍નીને પંખે લટકાવી-દુષ્‍કર્મ આચર્યુ : સાસુએ કહયું પતાવી નાંખજે

કચ્‍છના રાપર તાલુકાનાં ખાંડેક ગામે વિડીયો કોલ પણ કર્યોઃ પરીણીતા પિયર જતી રહી

ભુજ, તા., ૧રઃ કચ્‍છના રાપર તાલુકાનાં ખાંડેક ગામે હૈયુ હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. જેઠે ભાઇની પત્‍નીને પંખે લટકાવ્‍યા બાદ પોતાની માતાને વિડીયો કોલ કર્યો હતો અને માતાએ પણ વહુને પતાવી નાખજે તેમ કહયું હતું.

ત્‍યાર બાદ પરીણીતાને નીચે ઉતારીને જેઠે દુષ્‍કર્મ આચર્યુ હોવાનું ખુલ્‍યું છે. 

પ્રાપ્ત માહીતી મુજબ મુળ હિંમતનગરના હાલ રાપરના ખાંડેક ગામે રહેતા અને આંગણવાડી વર્કર તરીકે નોકરી કરતા પરીણીતાએ ફરીયાદમાં જણાવ્‍યું છે કે તેમના પતિ આણંદ વિદ્યાનગર રહે છે. તે રાત્રે પોતે ઘરે એકલી હતી. જેઠ આવ્‍યા હતા અને દરવાજો બંધ કરી બન્ને હાથ દુપટ્ટાથી બાંધી પંખે લટકાવી દીધી હતી.

ત્‍યાર બાદ જેઠે સાસુને વિડીયો કોલ કરી આ બધુ બતાવ્‍યું હતું.

તેમના સાસુએ તું તેને પતાવી નાખજે નહીંતર એ તને મારી નાખશે તેમ કહયું હતું. વિડીયો કોલ કટ કરી જેઠે નીચે ઉતાર્યા બાદ ખાટલા ઉપર ફેંકી દુષ્‍કર્મ આચરીને કોઇને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી.

બીજા દિવસે પરીણીતા ત્‍યાંથી ભાગીને પીયર આવી ગઇ હતી. ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)