Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબી સિરામીક દુર્ધટના : મહિલાનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૩ : મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સિરામિક ફેક્‍ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનીશીયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્‍યક્‍તિ સાયલા નીચે દબાયા હોય જે બનાવને પગલે મોરબી ૧૦૮, મોરબી ફાયર ટીમ ઉપરાંત -ાંત અધિકારી દેવેન્‍દ્રસિંહ ઝાલા, મામલતદાર ડી જે જાડેજા સ્‍થળ પર પહોંચ્‍યા હતા સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેક્રીશિયન અરવિંદભાઈ ગામી તેમજ શ્રમિકો સહીત પાંચ દટાયા હોવાની માહિતી મળી હતી જેમાંથી નવીનભાઈ નાખવા અને કાલીબેન ગનાવાને બચાવી લેવામાં સફળતા મળી છે તો ભાગીદાર સંજયભાઈ સાણંદીયા, લેબ ટેક્રીશીયન અરવિંદભાઈ ગામીના ગઈકાલે મળતદેહ મળી આવતા હતા તો રાત્રીના  મહિલા શ્રમિક સોરમબેન પુરબીયાનો પણ મળતદેહ મળી આવ્‍યો હતો

 મહિલાનો રાત્રીના મળતદેહ મળી આવતા તેને પી એમ માટે ખસેડવામાં આવ્‍યો હતો તો મહિલાના મળતદેહને પગલે શ્રમિક પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)