Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જૂનાગઢ જિલ્લામાં ૧૨,૬૪૫ ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સ રક્ષિત

 જૂનાગઢ :  જૂનાગઢ જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૧૨૬૪૫ ફ્રન્‍ટલાઇન વર્કરને કોરોનાથી રક્ષિત કરવા માટે કોરોના રસીકરણ થયું છે. હાલ રસીકરણનો બીજા તબક્કાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. રસીકરણને લઇને અત્‍યાર સુધીમાં કોઇને પણ આડઅસર થઇ નથી. જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણનો પ્રારંભ સિવીલ હોસ્‍પિટલથી કરવામાં આવ્‍યો હતો. જૂનાગઢ સિવીલ હોસ્‍પિટલના તબીબો, નર્સને કોરોના રસી આપવામાં આવી હતી. ત્‍યારબાદ પોલીસ, સફાઇ કામદાર, કલેક્‍ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતના સ્‍ટાફને કોરોના રસી આપી રક્ષિત કરાયા છે. રેન્‍જ આઇજી, કલેક્‍ટર, પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત કુલ ૧૨૬૪૫ ફ્રન્‍ટલાઇન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપી રક્ષિત કરવામાં આવ્‍યા છે. હવે શિક્ષકો સહિત અન્‍ય કોરોના ફ્રન્‍ટલાઇન કોરોના વર્કરને આવરી લેવામાં આવી રહયા છે.

(12:58 pm IST)