Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જિલ્લા પંચાયતની લોધિકા બેઠકમાં લાંબી ખેંચતાણ બાદ ભીખાભાઇ સાગઠિયાને ટીકીટ

રાજકોટ જિલ્લા પંચાયતની આખરી બેઠક જાહેર કરતી કોંગ્રેસ : પ્રબળ દાવેદાર મનોજ રાઠોડને તાલુકા પંચાયત માટે પાર્ટીની ઓફર

રાજકોટ તા. ૧૩ : જિલ્લા પંચાયતની લોધિકાની અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે ભારે ખેચતાણના અંતે કોંગ્રેસે ખીરસરાના ભીખાભાઇ સાગઠિયાને ટીકીટ ફાળવી છે. કોંગ્રેસે બાકી રહેલી એક માત્ર બેઠક જાહેર કરી દીધી છે. આજ ટીકીટના પ્રબળ દાવેદાર મનોજ રાઠોડને તાલુકા પંચાયતની પસંદગીની બેઠક લડવા પાર્ટીએ ઓફર કરી છે તે માટે તેઓ વિચારી રહ્યા છે. લોધિકા પંચાયતમાં કોંગીની બહુમતી આવે તો રાઠોડને પ્રમુખપદ મળવાપાત્ર છે.

જિલ્લા પંચાયતની ટીકીટ માટે વિવાદ વકરતા મનોજ રાઠોડ હટી ગયા હતા. ગઇ મોડીરાત્રે કોંગીએ સાગઠિયાના નામ પર મહોર મારી હતી. કોંગીના બાકીના ઉમેદવારો આજે ફોર્મ ભરશે.

(1:08 pm IST)