Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિસાવદરના રાજપરા ગામેથી ૧૭ વર્ષની સગીરા ગુમ

જૂનાગઢ તા.૧૩ :  વિસાવદર તાલુકાના રાજપરા ગામે રહેતી ૧૭ વર્ષ ૪ માસની સગીરા તા.૪/૧/૨૦૨૧ના રોજ ૮ વાગ્‍યા આસપાસ રાજપરા ગામેથી ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪ ફુટ ૩ ઇંચ, બાંધો પાતળો અને રંગ ઘઉવર્ણ છે.

ગુમ થઇ ત્‍યારે પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ સગીરાની કોઇને પણ ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા વિસાવદર પોલીસે જણાવ્‍યું છે.

(1:10 pm IST)