Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કેશોદ-જૂનાગઢમાં ત્રણ દરોડા : પોલીસે સવા લાખનો ારૂ કબ્‍જે કર્યો : બુટલેટરોના મનસુબા નિષ્‍ફળ

 

જૂનાગઢ, તા. ૧૩ : રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ચૂંટણી યોજાનાર હોય જે અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સામાન્‍ય રહે અને પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઈસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઈ ગે.હા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચ જૂનાગઢના ઈ.પો.ઈન્‍સ. એચ.આઈ.ભાટી તથા પો.કોન્‍સ. ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, દિનેશ કરંગીયાએ રીતેના માણસો કેશોદ પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ હતા દરમિયાન ક્રાઈમ બ્રાન્‍ચ જૂનાગઢના પો.કોન્‍સ. ડાયાભાઈ કરમટા, ભરતભાઈ સોનારા, કરશનભાઈ કરમટાને હકીકત મળેલ છે.

કેશોદ દેવાણીનગર-૧માં રહેતો રાજેન્‍દ્ર ઉર્ફે રાજુ રાણાભાઈ બાબરીયા પોતાના રહેણાંક મકાનની પાછળના ભાગે આવેલ ગેલેરીમાં વિદેશી દારૂ ઉતારી હેર-ફેર કરે છે. જે હકીકત આધારે રેઈડ કરતા વિદેશી દારૂની પુંઠાની પેટીઓ મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરી કેશોદ પો.સ્‍ટે. એ ગુન્‍હો રજી. કરેલ છે.

કબ્‍જે કરવામાં આવેલ મુદ્દામાલ

મેકડોવેલ્‍સ નં.૧ સુપીરીયર વ્‍હિસ્‍કી ઓરીજનલ ફોર સેલ ઈન હરીયાણા ઓન્‍લી ૭૫૦ એમ.એલ.ની પેટી નંગ ૬ બોટલ નંગ ૭૨ કિં.૨૮,૮૦૦/-. રોયલ ચેલેન્‍જ કલાસીક પ્રિમીયમ વ્‍હીસ્‍કી ફોર સેલ ઈન હરિયાણા ઓનલી બનાવટની ૭૫૦ એમ.એલ.ની પેટી નં.૩ બોટલ નંગ ૩૬ - કિંમત - રૂા.૧૪,૪૦૦ મળી કુલ કિં. ૪૩,૨૦૦ છે.

બાદ ક્રાઈમ બ્રાન્‍ચના ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા,ને હકીકત મળેલ છે.

જૂનાગઢ ૬૬ કે.વી. શ્રમજીવી નગરમાં રહેતો ચરણ કાઠી દરબાર પોતાના હવાલાની સ્‍વીફટ ડીઝાયર કાર રજી નંબર જી.જે.૩૧-એ-૧૪૮૩માં વિદેશી દારૂના જથ્‍થાની હેરાફેરી કરે છે અને તે હાલ ગોંડલ તરફથી ઉપરોકત ફોરવ્‍હીલ કારમાં વિદેશી દારૂનો જથ્‍થો લઈ જૂનાગઢ તરફ આવે છે. તેવી હકીકત મળતા તુરત જ ક્રાઈમ બ્રાન્‍ચ ઓફીસથી નીકળી સાંકળીધાર ચેક પોસ્‍ટ નજીક વોચમાં રહેતા ફોર વ્‍હીલ કાર આવતા રોકાવી ફોરવ્‍હીલ કાર ગાડી નહી ભાગવા જતા આડસ ઉભી કરી ફોરવ્‍હીલ કારને રોકાવેલ અને કોર્ડન કરી ચાલકની નીચે ઉતારવા જણાવતા ફોર વ્‍હીલ ચાલક નીચે ઉતરતો ન હોય અને ગાડી ચાલુ રાખી ભાગવા માટે પ્રયત્‍ન કરતા પો.સ્‍ટાફએ લાકડી ફોરવ્‍હીલના આગળના કાચ ઉપર ઠપકારતા આગળનો કાચ તૂટી ગયેલ અને ગાડીમાં ચેક કરતા વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા કબ્‍જે કરેલ.

ચરણસિંહ શાંતુભાઈ બોરીચા (ઉ.વ.૨૮) - રહે. ૬૬ કે.વી. શ્રમજીવી નગર - ૧ જૂનાગઢને પકડી સેગ્રામ ઈમ્‍પીરીયલ બ્‍લુ હેન્‍ડ પીકડ ગ્રીન વ્‍હીસ્‍કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી ૭૫૦ એમ.એલ.ની પેટી નંગ૯ તથા છૂટી બોટલ નં.૧૨ મળી કુલ બોટલ નંગ ૧૨૦ કિં.૪૮૦૦, સ્‍વીફટ ડીઝાયર કાર રજી નંબર જી.જે.- ૩૧ એ ૧૪૮૩ ફોર વ્‍હીલ કિં.૨,૫૦,૦૦૦ ઓપો કંપનીનો મો. ૧ કિ.૫૦૦૦ મળી કુલ કિં.૩,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

ઉપરોકત રેઈડની કાર્યવાહી ચાલુ હોય જે દરમિયાન ક્રાઈમ બ્રાન્‍ચના ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટાને હકીકત મળેલ કે, બે - ત્રણ દિવસ અગાઉ પણ વિદેશી દારૂનો જથ્‍થો લઈ આવેલ છે અને આ જથ્‍થો તેના કબ્‍જા ભોગવટાના મકાને છુપાવેલ છે. તેવી હકીકત આધારે સદરહુ મકાનમાં તપાસ કરતા રૂમમાં પડેલ પેટી પલંગમાં વિદેશી દારૂની છુટી બોટલો મળી આવતા જૂનાગઢ તાલુકા ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્‍હો રજી. કરી સેગ્રામ ઈમ્‍પીરીયલ બ્‍લુ હેન્‍ડ પીકડ ગ્રીન વ્‍હીસ્‍કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી ૭૫૦ એમ.એલ.ની છુટી બોટલ નં. ૭૨ કિં.૨૮,૮૦૦ મળી કુલ કિંમત ૨૮,૮૦૦નો માલ કબ્‍જે કરેલ છે. સારી કામગીરી કરનારા પો. અધિકારી - પો. કર્મચારી - આ કામગીરીમાં પો.સ.ઈ. ડી.જી.બડવા તથા પો.હેઙ કોન્‍સ. શબ્‍બીર ખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, જીતેશ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્‍સ. દિપકભાઈ બડવા, ભરતભાઈ ઓડેદરા, દિનેશભાઈ કરંગીયા, દિવ્‍યેશભાઈ ડાભી, ભરતભાઈ સોલંકી તથા વુમન એલ.આર.ડી. વીણાબેન નાગાણી વગેરે પોલીસ સ્‍ટાફે સાથે રહી કરેલ છે.

(1:34 pm IST)