Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સુત્રાપાડાના વડોદરા ઝાલામાં જશાભાઇ બારડના હસ્તે કોવિડ સેન્ટરનો પ્રારંભ

સુત્રાપાડા : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે સાઇકલોન સેન્ટરમાં ૧૦ બેડના કોવીડ આઇસોલેશન સેન્ટરનો રાજયના પુર્વ મંત્રી જશાભાઇ બારડે કર્યો હતો. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવશે. આ તકે ગામના આગેવાન દિલીપભાઇ ઝાલા, સરપંચ વિજયભાઇ, રામભાઇ ઝાલા, ભગતભાઇ, ભીખાભાઇ ઝાલા અને આરોગ્ય અધિકારી ડો.નકુમભાઇ અને આશાવર્કર બહેનો અને યુવાનોની ટીમ હાજર હતી.(તસ્વીર-અહેવાલ : રામસિંહ મોરી, સુત્રાપાડા)

(11:50 am IST)