Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મોરબી સગીરા દુષ્કર્મ કેસમાં ઝડપાયેલ આરોપીના તા. ૧૩ સુધીના રિમાન્ડ મંજુર.

અગાઉ બે આરોપી ઝડપાયા બાદ ત્રીજા આરોપીને દબોચી લેવાયો, કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા.

મોરબીના સુખી પરિવારની સગીરાને સોશ્યલ મીડિયાના માધ્યમથી ફસાવી ત્રણ ઇસમોએ સર્વસ્વ લુંટી લીધું હતું એટલું જ નહિ આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોય જે ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા તો ફરાર ત્રીજો આરોપીને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૩ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે

મોરબીના પોશ વિસ્તારમાં રહેતા સુખી સંપન્ન પરિવારની સગીર વયની દીકરીને ફસાવી ત્રણ ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું તેમજ ફોટો વિડીયો બનાવી સગીરાને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવ્યા અંગેનો ગુનો નોંધાયો હતો જે બનાવ મામલે પોલીસે તુરંત કાર્યવાહી કરતા આરોપી મિત ચંદુભાઈ શીરોહિયા રહે સો ઓરડી પરશુરામ પોટરી શેરી નં ૦૧ મોરબી ૦૨ અને આર્યન શબ્બીર સોલંકી રહે વિસીપરા મદીના સોસાયટી મોરબી વાળાને ઝડપી લઈને તા. ૧૩ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે ગુનામાં હજુ એક આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી.
જેમાં આરોપી હર્ષ કાંતિભાઈ સાણંદીયા (ઉ.વ.૧૮) રહે રાજનગર પંચાસર રોડ મોરબી મૂળ રહે બીલીયા તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો અને આજે કોર્ટમાં રજુ કરતા આરોપીના તા. ૧૩ સુધીના રિમાન્ડ મંજુર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:47 am IST)