Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

માનવ કલ્‍યાણના સદભાવના માટે પદયાત્રા કરતા સ્‍વામી આત્‍મારામજી મહારાજ આટકોટમાં

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૧૩: માનવ કલ્‍યાણની સદભાવના માટે સ્‍વામી આત્‍મારામજી મહારાજ ચોટીલાથી ઘેલાસોમનાથ, ગોંડલ, જુનાગઢ સોમનાથ પોરબંદર દ્વારકા ની પદયાત્રા કરી રહ્યા છે સ્‍વામી આત્‍મારામજી એ જણાવ્‍યું હતું કે તેઓએ ૮૨ હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે તેમણે બાર જયોતિર્લિંગની પણ પદયાત્રા કરી છે.ᅠ પદયાત્રાનું ધ્‍યેય સનાતન ધર્મ ભક્‍તિ અને જ્ઞાન નો સંદેશો જન-જન સુધી પહોંચાડવા દેશભરમાં અને વિશ્વના અન્‍ય દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે, કોરોના મહામારીને ધ્‍યાને લઇ પદયાત્રા માટે છેલ્લા બે વર્ષમાં પાંચમી વખત તેવોશ્રી ચોટીલા થી સોમનાથ જઈ રહ્યા છે હાલમાં તેમની ઉંમર ૮૪ વર્ષ છે છતાં તે એક હજાર કિલોમીટરની પદયાત્રા કરે છે જેના અનુસંધાને દ્વારકા જઈ ૮૪ હજાર કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરશે તેવો ૪૫ દેશોમાં પણ કરેલ છે વિદેશ પ્રવાસ પણ કર્યા છે હવે પછી ટૂંક સમયમાં ઓસ્‍ટ્રેલિયા અને ન્‍યુજીલેન્‍ડ સાથે અન્‍ય દેશોના પ્રવાસ કરવાના છે.

ભારતના તમામ દેવસ્‍થાનોના દર્શન અનેᅠ પવિત્ર નદીમાં સ્‍નાન કર્યા છ.ે હિમાલયની ગિરિમાળામાં પણ યાત્રા કરેલᅠ છે,

છેલ્લા ૩૭ વર્ષથીᅠ અન્ન લેતા નથીᅠ માત્ર ફળાહાર કરે છે, રાત્રી મુકામ વખતે જનસમુદાયને આધ્‍યાત્‍મિક જ્ઞાન આપે છે. એમની સાથેᅠ પદયાત્રામાં જસદણના પ્રમોદભાઈ મહેતાᅠ સ્‍વામી આત્‍મારામજીની પાંચમીᅠ પદયાત્રામા જોડાયાં હતા,ᅠ

પદયાત્રાના આવતા ગામ નગર શહેર માંથી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અને અન્‍ય સામાજિકᅠ આગેવાનો પણ તેમની સાથે યાત્રામાં જોડાય છે.

(12:15 pm IST)