Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પોરબંદરની હોટલો અને રેસ્‍ટોરન્‍ટોમાં વપરાતા ઘર વપરાશના એક ડઝનથી વધુ ગેસ સીલીન્‍ડરો જપ્‍ત

મામલતદાર અને પુરવઠા ખાતા દ્વારા દરોડાઃ હોટલોમાં કોમર્શીયલ ગેસ સીલીન્‍ડરનોઉપયોગ નહીંવત થતાનું ખુલ્‍યુ

પોરબંદર તા.૧૩ : શહેરની વિવિધ રેસ્‍ટોરન્‍ટ અને ડાઇનીંગ હોલ ખાતેથી એક ડઝનથી પણ વધુ ઘરગથથુ વપરાશના ગેસ સિલિન્‍ડરોમાં મામલતદારનું અર્જુનભાઇ ચાવડા અને પુરવઠા ટીમે દરોડા પાડીને જપ્‍ત કરીને કાર્યવાહી કરી છે.

શહેરમાં મામલતદાર અર્જુન ચાવડા તથા પુરવઠા ટીમે શહેરના વિવિધ ડાઇનીંગ હોલ રેસ્‍ટોરન્‍ટ ખાતે વપરાતા ઘરગથ્‍થુ વપરાશના સસ્‍તી કિંમતના ગેસ સિલિન્‍ડર અંગે વિવિધ સ્‍થળોએ તપાસ કરી હતી. જેમાં ઢોસા હાઉસ, હિંગળાજ ડાઇનીંગ હોલ, અન્‍નપુર્ણા ડાઇનીંગ હોલ, ગોકુલ ડાઇનીંગ હોલ, કસુંબો રેસ્‍ટોરન્‍ટ, કંસાર રેસ્‍ટોરન્‍ટ, આશાપુરા રેસ્‍ટોરન્‍ટ, પીઝા પ્‍લાનેટ, પાર્સલ પોઇન્‍ટ, હેલ્‍ધી ફૂડ રેસ્‍ટોરન્‍ટ વગેરે સ્‍થળ પર રેસ્‍ટોરન્‍ટ ખાતે ઉપયોગમાં લેવાતા ઘરગથ્‍થુ વપરાશના ગેસ સિલિન્‍ડર  સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ઘરગથ્‍થુ વપરાશના ગેસ સિલિન્‍ડરનો  ભાવ અને ડાઇનીંગ હોલમાં વપરાતા ગેસ સિલિન્‍ડરના ભાવ અલગ અલગ હોય છે. ઘર ગથ્‍થુ વપરાશમાં વપરાસમાં ગેસ સીલિન્‍ડર સસ્‍તા હોવાથી ડાઇનીંગ હોલ, રેસ્‍ટોરન્‍ટ ધારકો આ સીલિન્‍ડર વાપરતા હોવાથી મામલતદારે સીલીન્‍ડર સીઝ કરીને ધોરણસરની  કાર્યવાહી કરેલ છે.

(12:20 pm IST)