Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પોરબંદરમાં નવા ઉદ્યોગો શરૂ કરવા સરકાર દ્વારા પુરતુ પ્રોત્‍સાહન નહી

એક સમયે પોરબંદરમાં કાપડ ઓઇલ, વનસ્‍પતી ઘી, જીનીંગ તથા સીમેન્‍ટ ઉદ્યોગોથી ધમધમતુ હતું: કાળક્રમે વારાફરતી ઉદ્યોગ બંધ થતા ગયાઃ સિમેન્‍ટ ફેકટરી અન્‍ય કંપનીને સોંપાતા વિવાદમાં ફસાયેલ અને હાલ બંધ સિમેન્‍ટ ફેકટરીનું હાડપીંજર ઉભુ છે અને મશીનરીની ચોરી થઇ ગયેલ

(હેમેન્‍દ્રકુમાર એચ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧રઃ સરકારના શાસન સાથે ચુંટણી પ્રક્રિયાથી સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થા લઇ વિધાનસભા, લોકસભા, રાજયસભાના સભ્‍યો સરકાર ચલાવવા પથદર્શક ગણાય છે. રાજકીય પક્ષમાં બહુમતી મેળવેલ પક્ષના સભ્‍યોમાંથી તો કેટલાક કિસ્‍સા સ્‍પષ્‍ટ બહુમતી ન મળેલ હોવા છતાં બહુમતી ધરાવતો પક્ષ સરકાર રચવા માટે સિધ્‍ધાંતોની બાંધછોડ કરી અન્‍ય પક્ષના મોભીઓ સાથે વિચાર વિમર્શ કરી સરકારમાં સામેલ થવા સહુમતી મેળવી ખંભે ખંભા મેળવી સરકારની રચના કરે છે.

કેટલાક કિસ્‍સામાં પાંખી સંખ્‍યામાં રાજકીય પક્ષો અને છુટાછવાયા  ચુંટાયેલા અપક્ષ સભ્‍યોની સાથે ચર્ચા વિચારણા સાથે તંદુરસ્‍તી સાથે અથવા સમજુતી મુજબ હોદા વિગેરે સમજુતી કરી સરકારની રચના કરી શાસનની શરૂઆત કરે છે. વિકાસની વાતો સંગઠન શકિત, સમજુતી વિગેરે અનેક બાબતો આશ્વાસન સાથે સામેલ રખાય છે તો કેટલોક સમય નારાજગી અસંતોષ પણ વાતાવરણને ડોહળી નાખે છે. મિશ્રીત શુભમેળાની સરકારનું શાસન સઅરબી સમુદ્રમાં આવતી ભરતી ઓટ બની જાય છે. વિકાસની વાતો  બાજુએ રહી જાય છે. આયોજન પડી ભાંગેલ છે. તેના લાભ બહારના કે સરકારી સેવા સાથે જોડાયેલ અધિકારી સર્વોચ્‍ચ અધિકારી કારકુન પટાવાળા ભરપુર લ્‍યે છે. વિકાસની શરણાઇ વાગતી બંધ થઇ જાય અથવા બેસુરી બની જાય છે. સતાની તથા અહમ સંતોષવાની શરણાઇ વાગવા માંગે છે.કેટલાકને એવુ પ્‍લેટફોર્મ  મળી જાય અને લાભકર્તા બને છે. સરકારને ખતરાની ઘંટી વગાડે છે. દેશનું અર્થતંત્ર હતુ ન હતું. કરી નાખે છે આ પુર્વભુમીકા જાણ્‍યા પછી મુખ્‍ય મુદ્દો વિકાસનો રહયો છે.

મુખ્‍ય મુદ્દો વિકાસનો રહયો છે ત્‍યારે પ્રશ્ન એ ઉપસ્‍થિત થાય છે કે વિકાસ કયો ? વ્‍યવસ્‍થિત આયોજન વર્તવાની સરકારમાં રહયું નથી. વિકાસ ફંગોળાય છે. વિકાસના કામોમાં આયોજન કરવાના થાય છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દર માસના છેલ્લા અઠવાડીયાની આખર તારીખે મન કી બાત લઇને ટીવી ચેનલો આકાશવાણી પર આવે છે મન કી બાતમાં તર્કતા દર્શાવી શ્રોતા દેશના નાગરીકોને આકર્ષી રહયા છે. જે મન કી બાતમાં કહે છે.તેનો અમલ કેટલો થાય છે?

ભાજપના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની શાસનમાં પકડ હોવાનો દાવો આગળ ધરાય છે. વિકાસશીલ માનસ ધરાવે છે. વાણી આહુર્યતથી આકર્ષીક શકે છે. પરંતુ વિકાશીલ માનસ ધરાવતા વડાપ્રધાન  પાસે ક્રમબધ્‍ધ વિકાસના આયોજનની રેખા અધુરી છે. ભાજપ સરકારના જાહેર થયેલ. એકસો ટકા વિકાસના કામો શ્રેીબધ્‍ધ રીતે થયા છે. કેટલા કાગળ પર તો કેટલા અધુરા અને નબળા કામોનું સરવે અને અર્પુણતા ચકાસણી કરી છે? કે મૌન રહેવું પડે છે. એક સમયે ચુંટણી પ્રચારમાં ભ્રષ્‍ટાચાર નાબુદ કરવાનો મુદ્‌ો આગળ રાખી સ્‍ટાર પ્રચારમાં સ્‍થાન આપ્‍યું? પરંતુ હજુ સુધી ભ્રષ્‍ટાચારને નાબુદ કરવા કે અંકુશમાં લેવામાં કેટલી સફળતા મળી? વિદેશ સ્‍વીસ બેંકમાં કે અન્‍ય બેંકમાં ભારતીય લોકોનું નાણુ જમા થયેલ છે અને થતુ જાય છે તે નાણુ લાવવા માટે ભાજપ સરકાર પ્રયત્‍ન કરી ભારતમાં લાવશે. પરંતુ હજુ સુધી લાવવામાં સફળતા મેળવેલ છે? ભારતીયો રાહ જોઇને બેઠા છે. કયારે આ વિદેશી બેંકનું નાણુ ભારતીય બેંકમાં ભાજપ સરકાર ઠાલવશે?

પોરબંદરમાં એક ેસમય  મહત્‍વ ઉદ્યોગો, કાપડ ઉદ્યોગ મહારાણા મિલ્‍સ પ્રા. લી. જગદીશ ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ વનસ્‍પતિ ઉદ્યોગ, જીનીંગ ફેકટરીઓ આઠ થી નવ બાકસ ઉદ્યોગ, કાચનો ઉદ્યોગ, હાથશાળ ઉદ્યોગ, વણકરોને પ્રોત્‍સાહીત કરતો અંબર ચરખા ઉદ્યોગ, એશીયાભરમાં સર્વ પ્રથમ સીમેન્‍ટ ઉદ્યોગ એસોસીએટેડ સીમેન્‍ટ યાને એસએસસી નવા પાડા ખારવા વાડ, અસ્‍માવતી નદી ખાડી કાંઠે સ્‍થપાણો સિમેન્‍ટ ઉત્‍પાદન શરૂ કર્યુ બીજી પુરી થતા આ ઉદ્યોગ ટ્રાન્‍સફર કરી નેશનલ હાઇવે ખાસ જેલ સામે આવેલ મિલ્‍ટ્રીં ગ્રાઉન્‍ડ પોરબંદર-છાયા વચ્‍ચે કાર્યરત કરાયેલ.

કાળક્રમે સરકારની નિતીના કારણે લીઝથી અન્‍ય કંપનીને સિમેન્‍ટ ઉદ્યોગ ટ્રાન્‍સફર કરવામાં આવેલ. આજ વિવાદમાં હાલ સિમેન્‍ટ ફેકટરીનું હાડપીંજર ઉભુ છે. મશીનરી ચોરી થઇ ગયેલ. તેની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં તેમજ પોરબંદરની જયુડીશ્‍યલ ફર્સ્‍ટ કલાસ મેજીસ્‍ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ સાથે દાખલ થયેલ. જયારે ખારવાવાડ નવાપાડા અસ્‍માવતી નદી - ખાડી કાંઠે જુની ઓસીસી એ ભારતભરમાં સર્વપ્રથમ સફેદ સિમેન્‍ટનું ઉત્‍પાદન શરૂ કરેલ. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશથી લીઝ રીન્‍યુ નહીં થતાં આ સિમેન્‍ટ ફેકટરી બંધ કરવી પડેલ. આ ઉપરાંત ઉદ્યોગનગર ગુજરાત સરકારના પૂર્ણ આર્થિક સહયોગ દ્વારા હિમાલય સિમેન્‍ટ ફેકટરી સાકાર થઇ. સફેદ સિમેન્‍ટનું ઉત્‍પાદન શરૂ કરાયેલ. પરંતુ તે પણ બંધ થઇ ગયેલ. બ્રાહ્મણ થાનકી પરિવાર દ્વારા સંચાલન કરવામાં આવતું.

આ ઉપરાંત જાપાનના દ્વારા નેશનલ હાઇવે ધરમપુર યુનિયન બોલ બેરીંગ તેમજ ઉદ્યોગનગરમાં બોલ બેરીંગ ફેકટરી તથા સંલગી નાના બેરીંગ ઉદ્યોગ  સાથે સંકળાયેલ નાના એકમોથી સંકળાયેલ ઉદ્યોગ બંધ પડી ગયા છે.

વનાણા જીઆઇડીસી વિકસીત થઇ રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા સહયોગ સહકારનો અભાવ સરકારી અધિકારીની મેલી મુરાદના કારણે વિકાસ અટવાણો છે. આ ઉપરાંત પોરબંદરના એડવોકેટ - ધારાસભ્‍ય જે તે સમયની ચીમનભાઇ પટેલ સરકારમાં સામેલ સ્‍વ. શશીકાન્‍ત લાખાણી પ્રથમ વિધાનસભા અધ્‍યક્ષ ત્‍યારબાદ લેખન સામગ્રી કાયદા મંત્રી સ્‍વ. શશીકાન્‍ત એ. લાખાણી બરડા વિસ્‍તારના મિયાણી-ભાવપરા  ભાવસરા વિસ્‍તારમાં ગ્રામ્‍ય લઘુ ઉદ્યોગ-જી.આઇ.ડી.સી. મંજુર કરાવેલ અલ્‍પ કાર્યરત બનેલ પરંતુ સરકારી પ્રોત્‍સાહનના અભાવે વિકસીત પૂર્ણ થયેલ નથી અટવાય પડેલ છે. હાલ વર્તમાન સ્‍થિતી કાંઇ જાણી શકાતું નથી. આતો એક સામાન્‍ય ઝલક દર્શાવી.

ભારત-હિન્‍દુસ્‍તાન તા. ૧૫મી ઓગષ્‍ટના સ્‍વતંત્રતા મળતા સને ૧૯૫૧ પરમાં પ્રજાકીય શાશન ચૂંટણી બાદ પ્રજાકીય શાશન અમલમાં આવ્‍યું તે પહેલા તા. ૨૬મી જાન્‍યુઆરી ૧૯૫૦ના તા.૨૬મી જાન્‍યુઆરીના પ્રજાસતાક રાષ્‍ટ્ર બનતાં નાગરિક સ્‍વતંત્રતાના હકકો બંધારણથી પ્રાપ્‍ત થતા. પ્રજાકીય શાસનની સ્‍થાપના ચૂંટણી પ્રક્રીયાથી થતાં. કોંગ્રેસ મોટાભાગના રાજયમાં તેમજ દેશના શાસનમાં સતા સ્‍થાને આવતાં. તેમનો હિન્‍દુસ્‍તાન-ભારતના વિકાસમાં કઇ રીતે કરવો તે દિશામાં આગળ વધવુ  તે વિચાર્યું. ભારત-હિન્‍દુસ્‍તાનના પ્રથમ વડા પ્રધાન  સ્‍વ. પંડિત જવાહાર લાલ નેહરૂની વિચારણા સરણી  સમાજવાહી રથના પર રહી. અંગ્રેજો-શાશન મુક્‍ત થયેલ ભારત-હિન્‍દુસ્‍તાના વિકાસ માટે એક ચોક્કસ દિશા નકક્‍ી કરી નથી હિન્‍દુસ્‍તાન-ભારતના ટેક્‍સ ભરતા નાગરિકોનો સદ્દઉપયોગ સાથે વિકાસના કાર્યો કરવા માટે પંચવર્ષીય યોજના અમલમાં મુકી તે મુજબ રાજ્‍યોએ પંચવર્ષીય યોજના પોતાના રાજ્‍યોના વિકાસ માટે તૈયાર કરી. અમલીકરણ શરૂ કરવામાં આવ્‍યું.

સૌ પ્રથમ કૃષિ ઉદ્યોગ માટે પાણીની જરૂરિયાત સાથે કૃષિ ઉદ્યોગને પ્રોત્‍સાહન મળે તે અને લોકમતાનું પાણી વેડફાઇ નહીં ખેત ઉદ્યોગ તેમજ અન્‍ય ઉદ્યોગને પાણી મળી રહે તે માટે લોકમાતા ઉપર બેઠા પુલ,ચેક ડેમ-પાણી સંગ્રહ માટે જળાશય ડેમ બાંધવાની શરૂઆત કરી અને વિકાસનો મજબૂત પાયો રહ્યો. ભાખરા નાંગલ ડેમ સાકાર થયો, પંજાબની નદીઓમાં પાણી રોકાયા એશીયાનાં સર્વશ્રેષ્‍ઠ આ ડેમ ભાખરા નાંગલ અડીખમ પ્રવાસી દેશવાસીઓનું આર્કષણ રહેલ છે. તેનું  અનુકરણ રાજ્‍યોએ પોતાના રાજ્‍યની લોકમાતા નદી પર ડેમ બાંધવાની શરૂઆત  કરી ત્‍યારબાદ ઉદ્યોગને પ્રોત્‍સાહીત ન કર્યા.

સરકારી કાર્યો હાથ ધર્યા શાળા-કોલેજ-સરકારી ઇમારતોને પ્રોત્‍સાહન મળ્‍યું પરિવહન વ્‍યાપ વધાર્યો સને ૧૯૭૦ થી સાલ સુધી પંચવર્ષિય યોજનાનું કાર્યક્રમ વધતું રહ્યું. ત્‍યારબાદ ક્રમશઃ ક્રમશ પ્રગતિ થતી રહી દેશ-ભારત-હિન્‍દુસ્‍તાન વિકસીત બન્‍યુ. વર્તમાન સ્‍થિતિ વિકાસના નામે ડોહળાયેલ અને રાજકીય વ્‍યકિતની દખલીગીરી દરમ્‍યાનગીરીથી ભ્રષ્‍ટાચારથી ખદબદે છે. વિકાસ કયાં દોડે છે તેને જયારે  અધિકારીઓમાં એક ઉત્‍સાહ રાષ્‍ટ્રપ્રેમ-તેમજ ભારત-હિન્‍દુસ્‍તાન સ્‍વતંત્ર સંગ્રામની ભાવના સમાયેલ હતી. સ્‍નાતક સુધી ભણેલ  અધિકારીઓ જવાબદારી ભરેલ શાસન ચલાવતા ભ્રષ્‍ટાચાર શબ્‍દ શોધવો પડતો. સરકારી કાર્યો સરળતા બનતા પટ્ટાવાળા-કર્મચારી અધિકારીમાં રાષ્‍ટ્રભાવના સમાયેલ હતી.

 જે તે સમયે સ્‍થાનીક સ્‍વરાજ સંસ્‍થા-લોકસભા-વિધાનસભા, રાજયસભાના ચૂંટાયેલા સભ્‍યો શાસક પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય પરંતુ ખંભેખભા મેળવી અરસપરસ સહયોગ આપતા એક જ ભાવના પોતે હિન્‍દુસ્‍તાની ભારતી છે. દેશ વિકાસ કરવાનો વિરોધ પક્ષક દૃષ્‍ટિકોણ વિકાસનું લક્ષ્ય ધરાવતાં શાસકપક્ષ પણ વિશાળ ભાવનાથી સહકાર આપતો વિરોધપક્ષ સમય આંતરવિરોધ કરતાં અટકે તેમનામાં રાષ્‍ટ્રભાવના વિકાસ ભાવના જેથી શાશન ધુંધારામાં સમાનતા સમાયેલ જોવા મળતી જયારે વર્તમાન સ્‍થિતિમાં આદર્શન દુર્લભ  છે.

 તંદુરસ્‍ત વિરોધી કરનાર રાષ્‍ટ્ર ભાવના ધરાવનાર વિરોધીપક્ષ. વિરોધીપક્ષના નેતા સરકારની પરોક્ષ-અપરોક્ષ કુટનીતિનો ભોગ બને છે.  પ્રવર્તમાન સરકારનું દૃષ્‍ટિકોણ સ્‍પષ્‍ટ અને તંદુરસ્‍ત નથી. વિશ્વની મોટામાં મોટી લોકશાહીનુ ગળુ દાબી રહ્યું છે. લોકશાહીનું મુળ પક્ષાંતરના નામે ખતમ થતું જાય છે. ધીમેધીમે સતા અને કિન્નાખોરીના અંધકારમાં આજનું રાજકારણ રૂસાતુ જાય છે. તેમાં બહાર આવવુ મુશ્‍કેલ છે.

(4:53 pm IST)