Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જુનાગઢ પાલિકા દ્વારા પ્‍લાસ્‍ટીક સામે ઝુંબેશઃ ૪૬ હજારનો દંડ, ૩૦ બોક્ષ ગ્‍લાસ, ૧પ૦ કિલો ઝભલા જપ્‍ત કરાયા

જુનાગઢ તા.૧૩ : રાજેશ એમ.તન્‍ના કમિશનરશ્રીના માર્ગદર્શન  અને એમ.કે.નંદાણીયા, નાયબ કમિશનરશ્રીની સુચના મુજબ કલ્‍પેશ ટોલીયા સેક્રેટરી અને સેનીટેશન સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટની ટીમ મનીષ દોષી, ભરત ગોસ્‍વામી, હિતેષ જી.પરમાર, રાજેશ ઠાકર, ધર્મેશ ચુડાસમા, મુસ્‍તુફા હાલા, જીજ્ઞેશ ઓડેદરા, રમીઝ સીદીકી, નયન વાઢીયા અને દેવેન્‍દ્ર મોકરીયા દ્વારા, પ્રતિબંધીત ઝબલાથેલીઅ ને સીગલ યુઝ પ્‍લાસ્‍ટીક અંગે જાહેરનામાની અમલવારી માટે શહેરમાં જી.આઇ.ડી.સી. તથા જુદા જુદા વિસ્‍તારોમાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી જી.આઇ.ડી.સી.-રમાં વૃજ પોલીમર્સ નામના કારખાનામાંથી ૩૦ બોક્ષ પ્રતિબંધીત સીંૅગલ યુઝ પ્‍લાસ્‍ટીક ગ્‍લાસ જપ્‍ત કરી રૂા.રપ,૦૦૦ ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો. તેમજ શ્રી ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાંથી ૧પ૦ કિલો જેટલા પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકના ઝબલા જપ્‍ત કરી રૂા.ર૧૦૦૦ ચાર્જ વસુલ કરવામાં આવેલ.

વિસ્‍તારવાઇઝ આ બાબતે રીક્ષામાં માઇક ફીટ કરી પ્રચાર કરાવવામાં આવેલ છે. છતાં હજુ શહેરના પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ અને વેચાણ તથા ઉત્‍પાદન થતુ જોવા મળે છે. તો જાહેર જનતા વેપારી અને ઉત્‍પાદક મિત્રોને પ્‍લાસ્‍ટીકની અમર્યાદીત ઉપયોગથી ઉપસ્‍થ્‍તિ થતીસમસ્‍યાઓથી બચવા અને જુનાગઢ શહેરના પર્યાવરણને જાળવવા માટે મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં મુકવામાં આવેલ પ્‍લાસ્‍ટીકના ઉત્‍પાદન, આયાત, સંગ્રહ, વિતરણ કે વેચાણ કે ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.

(2:39 pm IST)