Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જુનાગઢમાં વૃધ્‍ધિ એડવોકેટના મકાનમાંથી સવા બે કલાકમાં ડોલર સહીત રૂા. ૪ લાખની મતાની ચોરીW

રાત્રીના લગ્ન પ્રસંગે જતા પાછળથી તસ્‍કરો મહેમાન બન્‍યા

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૩: જુનાગઢમાં વૃધધ એડવોકેટના મકાનમાંથી સવા બે કલાકમાં તસ્‍કરો ડોલર સહીત રૂા. ૪ લાખની મતાની ચોરી કરી જતા સનસની મચી ગઇ હતી.

જુનાગઢના ગાંધીગ્રામમાં કોન્‍વેટ સ્‍કુલ પાછળ પોલીસ સ્‍ટેશન નજીક રહેતા વૃધ્‍ધ એડવોકેટ સુભાષચંદ્ર માલદેવભાઇ ગત તા. ૧૧ની રાત્રીના ૮ વાગ્‍યે મકાનને તાળા લગાવીને શહેરમાં જ લગ્નપ્રસંગે ગયા હતા.

ત્‍યારે રાત્રીના ૧૦.૧૫ સુધી સવારે બે કલાક બંધ રહેલા મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી તસ્‍કરો મહેમાન બન્‍યા હતા.

બાદમાં બેડરૂમના કબાટમાંથી રોકડ, ડોલર અને સોનાનો ચેઇન વગેરે મળી કુલ રૂા. ૪.૦પ લાખની મતાની ચોરી કરીને તસ્‍કરો નાસી છુટયા હતા.

 આ અંગે  જાણ થતા પીએસઆઇ જે.જે.ગઢવી વગેરે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

આ અંગે ગત રાત્રે ૮.૧પ કલાકે સી. ડીવીઝન પોલીસે વકીલ સુભાષચંદ્રની ફરીયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

(4:50 pm IST)