Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

બોટાદ વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ મહેન્‍દ્રભાઇ માળીના ભાઇને મારી નાખવાની ધમકી

આરોપી સિરાજ ઉર્ફે ડોન ખલ્‍યાણી સામે પોલીસ ફરિયાદ

બોટાદ તા. ૧૩ : બોટાદ વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ મહેન્‍દ્રભાઇ માળીના ભાઈને ટેલીફોન પર મારી નાખવાની ધમકીᅠમળતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આરોપી સિરાજ ઉર્ફે ડોન ખલ્‍યાણીની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
વીએચપી પ્રમુખ મહેન્‍દ્રભાઈ માળીના ભાઈ હરીભાઈ માળીના મોબાઈલ નંબર ૯૮૨૪૮ ૨૬૮૪૬ પર ૮૫૧૧૭૨૧૪૪૩ નંબર પરથી મારી નાખવાની ધમકીᅠઆપી છે.
તુ ડોન વિશે મીડિયા બોલો છો તને ખાલી માઈક બાબતે કિધુ હતુ અને તુ કોમવાદ વિશે મીડિયામાં બોલે છે.
તારે ડોન વિરૂદ્ધ કેસ પાછો ખેંચી લે.. હવે તુ જીવીલેજે તુ કેમ જીવે છે જોઈલેવી તેમ કહી બિભત્‍સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીᅠહતી.
ગત ૭ મે વીએચપી પ્રમુખ મહેન્‍દ્રભાઈને સીરાજ ખલ્‍યાણી સીરો ડોને લાઉડ સ્‍પીકર વગાડવાના મામલે ધમકીᅠઆપી હતી.
હરીભાઈ માળી મોબાઈલ રેકોર્ડિંગ સાથે ગત રાત્રે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્‍યું છે.

 

(4:11 pm IST)