Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ભાવનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત : તાપમાન 40.2 ડિગ્રી :30 કી. મી.ની ઝડપે પવન ફૂંકાયો

બપોરે ગરમ લુ ફેકાઈ હતી. પવનની ઝડપને કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર ગયું નથી.

ભાવનગર : ભાવનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે આજે શુક્રવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49 ટકા અને પવનની ઝડપ 30 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે ગરમ લુ ફેકાઈ હતી. પવનની ઝડપને કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર ગયું નથી.

   
(6:37 pm IST)