Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ધોરાજી ના ઉપલેટા રોડ પર આવેલ ભાદર - 2 ના પુલ પરથી સાઈડ રેલિંગ તોડી ને નીચે ખાબકી : કાર ચાલક પોરબંદર ના યુવા ડોક્ટર ડો. જય કિરીટભાઈ ભટ્ટ નો આબાદ બચાવ

ધોરાજી ::ધોરાજીના ઉપલેટા રોડ પર ભાદર - 2 નદી પર આવેલ પુલ પર થી કાર નીચે પડતા  ઇજાગ્રસ્ત કાર ચાલક પોરબંદર નો યુવાન ડોક્ટર છે જેણે તાજેતર માં જ એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને પોરબંદર થી વડોદરા ખાતે પોતાની કાર લઇને જઈ રહ્યા હતા 

ત્યારે ભાદર - 2 નદીના પુલ પર પોહચતા પુલ ની સાઈડ ની રેલિંગ તોડી નીચે પડતા ધડાકા ભેર અવાજ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળ પર પોહચ્યા હતા અને 108 ને જાણ કરતા 108 ના સ્ટાફ એ  ઇજાગ્રસ્ત ડોકટર જય કિરીટભાઈ ભટ્ટ રહે.પોરબંદર વાળા ને ગાડી માંથી બહાર કાઢી ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા 

    આ ઘટનાની જાણ થતાં જેતપુર ના ASP સાગર બાગમાર અને ધોરાજીના PI હુકુમતસિંહ જાડેજા અને પીલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

(2:19 pm IST)