Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

જામનગરમાં ચોરાઉ ૩ બાઇક સાથે ર શખ્સોની ધરપકડ

જામનગર, તા.૧ર : પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાલી દ્વારા જામનગર જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.એલ. ગાધેનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો. સબ ઇન્સ્પેકટર શ્રી વી.કે. ગઢવી એસ.ઓ.જી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઇ. હિતેષભાઇ ચાવડા તથા પો. કોન્સ. રવિભાઇ બુજડને ખાનગી રાહે ચોક્કસ હકીકત આધારે બે ઇસમો પાસેથી ચોરાઉ મો.સા. કબ્જે કરી બે ઇસમોને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પોલીસે મિજાન ઇબ્રાહીમ ખફી જાતે મુસ્લિમ ઉ.વ.ર૪, ધંધો-મજુરી રહે લાખાબાવળ, જી. જામનગર, અનવરભાઇ હારૂનભાઇ કુરેશી રહે. હાલ ઢીચડા રીંગ રોડ જામનગરની (૧) એકટીવા વાઇટ કલરનું નંબર જીજે૧૦બીસી૦૪૦પ કિ.રૂ. ર૦,૦૦૦/-, (ર) એક બ્લેક કલરનું મો.સા. નંબર પ્લેટ વગરનું કિ.રૂ. ૩૦,૦૦૦/- (૩) એક સિલ્વર કલરનું મો.સા. જેના ખોટા નંબર જીજે૧૦સીસી૭૩૧૦ કિ.રૂ.ર૦,૦૦૦/-ની સાથે ધરપકડ કરી છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર કે.એલ. ગાધે તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.કે. ગઢવી, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઇ સવાણી તથા જ્ઞાનદેવસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. દોલતસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, રાયદેભાઇ ગાગીયા, મયુદીનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, પો.કોન્સ. સોયબભાઇ મકવા, રવિભાઇ બુજડ, લાલુભા જાડેજા, સંજયભાઇ પરમાર, ડ્રા.પો.કોન્સ. દયારામભાઇ ત્રિવેદી સહદેવસિંહ ચૌહાણનાઓએ કરેલ છે.

(2:32 pm IST)