Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સોમનાથ મંદિર નજીક 3 અદ્યતન મુવેબલ ફાયરપ્રુફ પોલીસ ચેકપોસ્ટ અર્પણ કરાઈ

અદ્યતન પોલીસ ચોકી રૂપિયા 1.75 લાખના ખર્ચે બનાવી જૂનાગઢના એનજીઓ દ્વારા દાનમાં અપાઈ

સોમનાથ મંદિર નજીક પોલીસને 3 અદ્યતન મુવેબલ પોલીસ ચોકી દાનમાં આપવામાં આવી છે. આ ત્રણેય પોલીસ ચોકી ફાયરપ્રૂફ છે. સાથે જ મુવેબલ પણ છે, ત્યારે ઠંડી, ગરમી અને વરસાદમાં પોલીસને સુવીધા આપનારી આ ત્રણ પોલીસ ચોકીઓ સોમનાથમાં કાર્યરત કરવામાં આવી છે.

   જૂનાગઢના એક NGO દ્રારા આ ત્રણે જરૂરી ચેક પોસ્ટો પર અધ્યતન ચેકપોસ્ટ કમ ઓફીસ ડોનેટ કરાય છે. આ પોલીસ ચેકપોસ્ટની વીષેશતા એ છે કે, તે ફાયર પ્રૃફ છે. સાથે આકરા તાપ અને ઠંડીની પણ નહીવત અસર થાય છે

 આ ચોકીની અંદર મોબાઈલ વોકીટોકી, ચાર્જર તેમજ 6 જવાનો આરામ કરી શકે તેવી અધ્યતન આકારની ચોકી રૂપિયા 1.75 લાખના ખર્ચે બનાવી સોમનાથ ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટને પ્રથમ વખત અનોખું દાન પોલીસ ચોકીના રૂપમાં મળ્યું છે.

 

 સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે. જેમાં ત્રણ સ્થળો પર ચેક પોસ્ટ કાર્યરત હોય ત્યારે આ પોલીસ સ્ટાફને સમસ્યામાંથી મુક્તી મળે તેવી ફાયર પ્રુફ કેબીનો જેમાં ટાઢ તડકાની અસર નહીવત થાય તેવી સુવીધા યુક્ત ત્રણ કેબીનો મુકવામાં આવી છે. જે જૂનાગઢના NGO દ્વારા દાનમાં આપવામાં આવી છે

(11:11 am IST)