Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

મોરબી નવયુગ ગૃપ દ્વારા કૃતજ્ઞતા સમારંભ

મોરબી :  નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન દ્વારા વોર્ડ નં ૦૯ અને નવયુગના સ્ટાફમિત્રો જેને ચૂંટણીમાં જહેમત ઉઠાવી હોય તેવા તમામ કાર્યકરો અને નવયુગના સ્ટાફમિત્રોનો કૃતજ્ઞતા આભાર વ્યકત સમારોહ યોજાયો હતો સાથે જ નવનિયુકત જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને નવા ચૂંટાયેલા લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જે સમારોહમાં મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી ડી કાંજીયા, મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી પેપરમિલ એસો પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા, માળિયા ભાજપ કન્વીનર શિરીષભાઈ કાવર, મોરબી પાલિકાના સદસ્ય પ્રભુભાઈ ભૂત, આરએસએસ અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા, સામાજિક અગ્રણી પરબતભાઈ રબારી, ભાજપ અગ્રણી રોહિતભાઈ અગોલા, સૌરાષ્ટ્ર યુની. સેનેટ સભ્ય અને યુવા ભાજપ પ્રદેશ કન્વીનર સાગરભાઈ સદાતીય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:13 am IST)