Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પાંચ લાખનો સામાન ભરેલ સુખપુરની આહિર મહિલાને પડી ગયેલ થેલો જૂનાગઢ પોલીસે શોધી કાઢ્યો

જૂનાગઢઃ તા. ૧૨.૧૧.૨૦૨૦ ના રોજ રેખાબેન મેસુરભાઈ ભાદરકા આહીર રહે. સુખપુર ગામ તા. વંથલી તેમના પરિવાર સાથે મોટર સાયકલ ઉપર નીકળેલ હતા. દરમિયાન સુદામા પાર્કથી એગ્રીકલચરના ગેઇટ સુધીમાં મોટર સાયકલ ઉપર રાખેલ થેલો રસ્તામાં કયાંક પડી ગયેલ હતો. જેમા તેઓની સોનાની, ચાંદીની વસ્તુઓ, કપડા, મોબાઇલ, રોકડ રકમ રૂ. ૨,૮૦,૦૦૦/- સહિત અંદાજીત રૂ. ૫,૦૦,૦૦૦/- નો કીમતી સામાન હતો. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવાર સંબંધે પેટ્રોલિંગમાં નીકળેલ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ. કે.એસ.ડાંગર, સ્ટાફના હે.કો. મેહુલભાઈ, નારણભાઇ, પો.કોન્સ. કરણસિંહ, ભગવાનજીભાઈ, ચેતનસિંહ, ગોવિંદભાઇ, સંજયસિંહ, ચંદ્રેશભાઈ, તેમજ જીલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ. રોહિતભાઇ હડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરર્તાં કરતા મોટર સાયકલમાંથી થેલો પડતા, એક માણસ લેતા શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ ઝાંઝરડા રોડ, શિવ પાન શેરી ન. ૦૧ માં રહેતા ૬૦ વર્ષના સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલને આ મહિલાનો થેલો મળતા, તેઓ પણ થેલો લઈને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી, મળેલો થેલો પરત આપવા માટે આવેલ હતા. સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા, પોલીસ દ્વારા રેખાબેન મેસુરભાઈ ભાદરકા આહીરનો કીમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહી થી પ્રભાવિત થઈને રેખાબેન મેસુરભાઈ ભાદરકા જાતે આહીરએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યકર્તં કર્યો હતો. સાથે સાથે ર્ંજૂનાગઢ પોલીસ દ્વારા આશરે રૂપિયા પાંચ (૫) લાખ જેટલી કિંમતનો કિંમતી સામાન ભરેલો થેલો, પ્રામાણિકતા દાખવી, પરત આપવા આવેલ સિનિયર સીટીઝન વિઠ્ઠલભાઇ દેવરાજભાઈ મોણપરાની પ્રામાણિકતાને બિરદાર્વીં હતી.

(11:14 am IST)