Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આયુર્વેદ ભારતની વિરાસતઃ દાદી-નાનીના નુસ્ખાઓને આધુનિક બનાવાશેઃ મોદી

ડબલ્યુ.એચ.ઓ.એ ગ્લોબલ સેન્ટર ફોર સ્ટેબલ મેડીસીન માટે ભારતની પસંદગી કરીઃ બ્રાઝીલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલઃ નરેન્દ્રભાઈ મોદીનું ઈ-સંબોધન : કોરોનાના આક્રમણ વચ્ચે આયુર્વેદનું મોટુ યોગદાનઃ નવા સ્વરૂપમાં રાષ્ટ્રીય દરજ્જા સાથે આયુર્વેદ લોકો માટે ફરી ઉપયોગી પૂરવારઃ વિજયભાઈ રૂપાણી : જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી-સંસ્થાનને રાષ્ટ્રીય દરજ્જો અર્પણઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહીને જામનગર આર્યુવેદ સંસ્થાનને રાષ્ટ્રીય દરજ્જો આપ્યોઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ : જામનગરઃ જામનગરની આર્યુવેદ સઁસ્થાનને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે. જામનગરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા મહત્વના કાર્યક્રમમાં રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ,રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ,ભારતીબેન શિયાર,આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી રાજેશ કોટેચા, રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી જામનગરના આર્યુવેદ સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો આપ્યો છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસવીર કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :. જામનગરની આર્યુવેદ યુનિવર્સિટી-સંસ્થાનને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે. જામનગરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા મહત્વના કાર્યક્રમમાં રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ,રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ,ભારતીબેન શિયાર,આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી રાજેશ કોટેચા, રાષ્ટ્રીય સફાઈ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી જામનગરના આર્યુવેદ સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો આપ્યો છે.

આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ-સંબોધન કરતા જણાવ્યુ હતુ કે આજે ધનતેરસનો તહેવાર છે. તેમજ આજે આયુર્વેદ દિવસે ભગવાન ધનવન્તરીને દુનિયાના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરૂ છું. જામનગરના આયુર્વેદ સંસ્થાનને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના જયપુરમાં પણ રાષ્ટ્રીય દરજ્જો અર્પણ કરવામાં આવ્યો છે. આયુર્વેદ એ ભારતની વિરાસત છે. બ્રાઝીલની રાષ્ટ્રીય નીતિમાં પણ આયુર્વેદ સામેલ કરવામાં આવ્યો છે જે ભારત માટે ગૌરવરૂપ બાબત છે.

નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે ભારત પાસે આયુર્વેદને લઈને દાદી-નાનીના નુસ્ખાઓ અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે જેને આધુનિક બનાવાશે. પુરાતન ચિકિત્સાને ૨૧મી સદીના વિજ્ઞાન સાથે આપણે જોડી રહ્યા છીએ. રાષ્ટ્રીય સેવા સંસ્થાન વિકસીત કરવા કામ ચાલુ છે. આયુર્વેદ દુનિયાને આકર્ષિત કરી રહ્યુ છે. કોરોનાના કહેરમાં હળદર, આદુ, ઉકાળા ખૂબજ મહત્વના સાબિત થયા છે. દુનિયામાં આયુર્વેદની માંગ વધી છે. કોરોનાકાળમાં આયુર્વેદ પર તમામ ક્ષેત્રે ધ્યાન અપાયુ છે અને અનેક રીસર્ચ કરાયા છે. આયુર્વેદથી દેશમાં હેલ્થ માટેના ટુરીઝમને પણ લાભ મળશે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે જામનગર અને જયપુરમાં યુનિવર્સિટીના કદ વધવાની સાથે તેનુ દાયત્વ પણ વધ્યુ છે. જેથી ઈન્ટરનેશનલ કક્ષાના આયુર્વેદના મહત્વના અભ્યાસક્રમો તૈયાર કરવા આગ્રહ કર્યો હતો તેમજ દેશમાં ખાનગી ક્ષેત્રોને આયુર્વેદની ગ્લોબલ ડીમાન્ડ જોવા અપીલ કરી હતી.

આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરની યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના આક્રમણ વચ્ચે આયુર્વેદનું મોટુ યોગદાન છે. ગુજરાતમાં ૩૦થી વધુ આયુર્વેદ કોલેજો છે. જ્યારે પ્રથમ સંશોધન કેન્દ્ર જામનગરમાં છે. એઈમ્સ અને આયુર્વેદ બન્ને રાજ્યમાં આવતા કેન્દ્ર સરકારની મોટી ભેટ છે હવે ગુણવત્તાયુકત ઔષધો અને શિક્ષણ મળશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગની જેમ જ આયુર્વેદ માટે પણ દીર્ઘદ્રષ્ટિ દાખવી છે.

(2:44 pm IST)