Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

માળીયા, ચોરવાડ અને જૂનાગઢમાં વાહન ચોરોનો તરખાટઃ ૩ વાહનની ચોરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: માળીયા, ચોરવાડ અને જૂનાગઢમાં વાહન ચોરોએ તરખાટ મચાવીને ત્રણ વાહનની ચોરી કર્યાનું પોલીસ દફતરે નોંધાયું છે.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે ઘનશ્યામભાઇ હરસુરભાઇ સીસોદીયાની રૂ. ૩.૩૦ લાખની કિંમતની જીજે-૦૯ વીએ-૪૮૪૪ નંબરની અર્ટીકા કાર માળીયામાં પરફેકટ મોટર્સ ગેરેજ બહારથી ચોરાઇ ગઇ હોવાની ફરિયાદ થતાં પી.એસ.આઇ. એચ. વી. રાઠોડે તપાસ હાથ ધરી છે.

આજ પ્રમાણે ચોરવાડનાં કલ્પેશ હરજીભાઇ સુખડીયાનું રૂ. ૪૦ હજારની કિંમતનું જીજે-૧૧-સીઇ-ર૮૪૩ નંબરનું મોટર સાયકલ હોલીડે કેમ્પનાં ગ્રાઉન્ડમાંથી ચોરાઇ ગયું હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે. ઉપરાંત જુનાગઢનાં મુનીર ફારૂકભાઇ દુર્વેશનું રૂ. પ૦ હજારની કિંમતનું જીજે-૧૧-બીપી-૦૦૭ર નંબરનું એકસેસ બાઇક કાકા કોમ્પલેક્ષ પાછળથી ચોરાઇ ગયાની ફરિયાદ થતાં પીએસઆઇ કે. જે. પટેલે તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)