Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પોરબંદરના મહાલક્ષ્મી મંદિરે દિવાળીએ સરકારની ગાઇડલાઇન મુજબ દર્શન

સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવું ફરજિયાત : મંદિરની અંદર સફેદ વર્તુળમાં ઉભા રહેવું: વાહનો દૂર પાર્ક કરવા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૩: દિવાળીના તહેવારમા મંદિર દર્શન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખુલ્લા છે . સમય સવારે ૭ થી રાત્રે ૧૦ સુધીનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવાના રહેશે. માસ્ક ફરજિયાત, હાથ સેનીતાઈઝ કરવામાં આવશે. કોઈ પણ જાતનો પ્રસાદ લેવા કે દેવામાં નહિ આવે.રોકડા પૈસા ગોલખ મા દર્શનાર્થી એ જાતે જ પધરાવવા. કોઈને કોઈ ચીજ વસ્તુ આપવાનો આગ્રહ રાખવાનો નથી .

મંદિરમાં સફેદ ચક્કર કરેલા છે તેમાં જ ઉભુ રહેવાનું છે. સમગ્ર વ્યવસ્થાનું જિલ્લા  વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ થશે . વૃધ્ધો તથા નાના બાળકોને સાથે લાવવાના નથી. એકી સાથે ૫ વ્યકિતને જ મંદિરમા પ્રવેશ આપવામાં આવશે.

કોરોના ની મહામારી મા જાગૃત નાગરિક તરીકે સમાજ પ્રત્યે દરેક વ્યકિત એ ફરજ બજાવવાની છે. દર્શન દરમ્યાન પરસ્પર કોઈ વાતચીત કરવાની નથી . બહેનો ભાઈઓ એ મંદિર બહાર અલગ લાઈન મા સફેદ ચક્કર કરેલા છે તેમાં જ ઉભવાનું છે.

આપના વાહનો મંદિર થી દુર પાર્ક કરવાના  લોકોને સહકાર આપવા યાદીમાં જણાવાયું છે.

(12:41 pm IST)