Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમરેલી જિલ્લાના રાજુલા-હિંડોરણા હાઇવે ઉપર બાયોડિઝલનું વેંચાણ કરનારાને ત્‍યાં દરોડાઃ મામલતદાર અને પોલીસ ટીમે રૂ.4.12 લાખનો જથ્‍થો સીઝ કર્યો

અમરેલી: શહેરના રાજુલા-હિંડોરણા હાઇવે પર દરોડા પાડવામાં આવ્યાં છે. મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. બાયો ડિઝલનું ગેરકાયદે વેચાણ કરનારને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં રૂ. 4,12,350ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ગુરૂવારના રોજ ગાંધીધામના જાણીતા નીલકંઠ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. જેમાં અધિકારીઓને 10 કરોડનું ઝવેરાત અને 4.5 કરોડની રોકડ મળી હતી. દરોડામાં સતત ત્રણ દિવસથી ચાલતી કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓને કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો અને મોટા પાયે એસેટ્સ મળી આવી હતી. જેની હજુ તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, નીલકંઠ જૂથ મીઠાનું ઉત્પાદન અને નિકાસ કરે છે. સોલ્ટ હિલનું મૂલ્ય નક્કી કરવા માટે રાજકોટથી ગાંધીધામ વેલ્યુઅર બોલાવાયા હતાં.

આ સિવાય થોડાંક દિવસ અગાઉ વડોદરામાં આવેલા દાંડિયા બજારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલએ પણ દરોડાં પાડ્યાં હતાં. વરલી મટકાના જુગારધામ પર દરોડાં પાડવામાં આવ્યાં હતાં. આ દરોડામાં 33 જેટલાં જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસની જાણ બહાર આ જુગારધામ ચાલતુ હતું. આ જુગારધામ તારા કહાર નામની મહિલા બુટલેગર ચલાવતી હતી. એ જ રીતે આજે અમરેલીના રાજુલા-હિંડોરણા હાઇવે પર મામલતદાર અને પોલીસની ટીમે બાયો ડિઝલનું ગેરકાયદે વેચાણ કરનારને ત્યાં દરોડા પાડ્યાં છે.

(4:40 pm IST)