Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા૧પમીએ ગોંડલમાં સ્નેહ મિલન

રાજકોટ તા. ૧૩ :.. જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણ નિર્મળ જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સુચના મુજબ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને તા. ૧પમી, સોમવારે કાર્યકર્તાઓનું વિશાળ સ્નેહમિલન રાખવામાં આવેલ છે.

સ્નેહમિલન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ તથા રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાન ચાવડા, મનસુખ રામાણી, મનીષ ચાંગેલા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, સંગઠન પ્રભારી શ્રીમતિ રક્ષાબેન બોળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્યો શ્રીમતિ ગીતાબા જે. જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જીલ્લા પંચાયત ભૂપતભાઇ બોદરની ઉપસ્થિતિમાં કિશાન હોલ, નવા માર્કેટીંગ યાર્ડ, નેશનલ હાઇવે, ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા તમામ તાલુકામાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તમામ તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

(12:27 pm IST)