Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

લોધીકાનાં ‘અકિલા'ના પત્રકાર સલીમભાઇ વલોરાની પુત્રી સાહીસ્‍તાને ધો.૧૨માં ૮૮ પી.આર.

લોધીકા, તા.૧૪: લોધીકાના અખબારી એજન્‍ટ ‘અકિલા'ના પત્રકાર સલીમભાઇ વલોરાની પુત્રી સાહીસ્‍તા વલોરાએ ધો.૧૨માં ૮૮ પી.આર. મેળવી શાળા તથા વલોરા પરિવારનું નામ રોશન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાહીસ્‍તાએ ધો.૧૨માં કોરોનાની કપરી પરિસ્‍થિતીમાં લોકડાઉનનો કારણે ઓનલાઇન અભ્‍યાસ કરવાનો થયો હતો છતા પણ મહેનત કરી લોધીકાની શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્‍યો હતો.

આ ઉપરાંત દર વર્ષે રાજય સરકાર દ્વારા યોજવામા આવતો ખેલ મહાકુંભમાં ચેસની સ્‍પર્ધામાં સતત પાંચ-પાંચ વખત જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલ છે.

(9:55 am IST)