Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ઓખામાં વરસાદ શરૂ થાય તે પહેલા જ વિજળી ગુલ થતા હાલાકી

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૧૪ : ઓખામાં બપોરના સમયે વરસાદનું જોરદાર ઝાપટું આવી ગયુંᅠ અને ૧૫ મિનીટ સુધી વરસાદ પડ્‍યો હતો. હજુ વાદળા આકાશમાં છવાયેલ છે. સમયસર વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગયેલ છે.ᅠ આમ તો વર્ષા રાનીના આગમાન બાદ વીજળી રિસાઈ જાય છે પણ આ વખતે અગાઉથી જ વીજળી ગુલ થઇ ગઈ હતી. આમ તો ઓખા પંથકમાં ૨૦ જુન બાદᅠ વરસાદ આવે છે પણ આ વખતે ચોમાસુ એક વિક અગાઉ આગમન થયેલ છે.

 

(5:44 pm IST)