Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મેઘરાજાઍ ૩ જિલ્લાના ૫ ડેમમાં ૦ા થી સવા બે ફુટ નવા પાણી ઠાલવ્યા

મેઘાઍ ૩૦ જેટલા ડેમો ઉપર ૦ા થી ૩ ઇંચ વરસાદ વરસાવ્યો : રાજકોટના આજી-૩માં ૧ા ફુટ તો ન્યારી-૨માં સવા બે ફુટનો વધારો

રાજકોટ તા. ૧૪ : સતત ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હળવો - ભારે વરસાદ પડી રહ્ના છે, ગઇકાલે જામેલા મેઘરાજાઍ રાજકોટ સહિત ૩ જિલ્લાના ૫ ડેમમાં ૦ા થી સવા બે ફુટ નવા પાણી ઠાલવી શુકન સાચવી લીધા હતા. 
જેમાં રાજકોટ જિલ્લાના આજી-૩માં દોઢ ફુટ નવા પાણીની આવક સાથે કુલ સપાટી ૧૪.૯૦ થઇ છે, તો ન્યારી-૨માં ૨.૧૭ નવુ પાણી આવતા સપાટી ૨.૬૦ થઇ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના બંગાવડીમાં ૧.૬૪ ફૂટ તથા દ્વારકાના વેરાડીમાં ૧.૬૪ ફૂટ પાણી આવતા સપાટી ૬.૨૦ ફુટે પહોîચી છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ - ભોગાવો-૧ (નાયકા) ડેમમાં ૦ા ફૂટ નવા પાણીની આવક સાથે કુલ સપાટી ૭ા ફૂટ થઇ છે. 
આ ઉપરાંત મેઘરાજાઍ ફોફળ, આજી-૩, ન્યારી-૨, ખોડપીપર, મચ્છ-૧, ડેમી-૧, ઘોડાધ્રોઇ, બંગાવડી, ડેમી-૩, સસોઇ - પન્ના - ફુલઝર-૧, ડાઇમીણસાર - ઉંડ-૩, રંગમતી - રૂપારેલ - સસોઇ - વગડીયા - ગઢકી - શેડા ભાડથરી - વેરાડી-૧, કાબરકા - વેરાડી-૨, મણીસાર - વઢવાણ - ભોગાવો-૧ સહિતના ડેમોમાં ૦ા થી ૩ ઇંચ વરસાદ વરસાવ્યો હતો.

 

(11:18 am IST)