Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટ થી અમરેલી બસો મોડી પહોંચે છે

રસ્‍તામાં બિન અધિકૃત હોલ્‍ટ કરાય છેઃ મુસાફરો હેરાન છતાં પગલા લેવાતા નથી

(અરવિંદ નિમળ દ્વારા) અમરેલી તા.૧૪ :  સલામત અને સમયબધ્‍ધતાના સુત્રો એસટી બસમા જોવા મળે છે. પરંતુ રાજકોટથી અમરેલી આવતી એસટી બસોમાં જવાબદાર કર્મીઓ આવા સુત્રોનાં ઉલાળીયો કરી જાણી બુઝીને બિન અધિકૃત વધુ હોલ્‍ટ આપી મુસાફરોને મુશ્‍કેલીમાં સપડાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. સમય કરતા અડધો કલાક કરતા પણ બસ મોડી આવવા અંગે અધિકારીઓ દ્વારા બિન જવાબદાર એસટી કર્મીઓ સામે શિક્ષાત્‍મક પગલા ભરવામાં નહી આવે તો ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટથી અમરેલીનું અંતર ૧૧પ કિલોમીટર જેટલું છે. એસ.ટી. બસને આટલું અંતર કાપવામાં ચોકકસ સમય હોય છે. જે સમય મુજબ મુસાફરો પણ સમયબધ્‍ધતાનું આયોજન કરી મુસાફરી કરતા હોય છે. પરંતુ રાજકોટથી અમરેલી આવતી બસો દરરોજ મોડી આવવાની લાંબા સમયથી ફરીયાદો ઉઠેલ છે. ત્‍યારે આંખ આડા કાન કરતા હોવાને ઘાટ ઘડાયેલ છે. બિન અધિકૃત હોલ્‍ટ આપી સમયનો ઉલાળીયો કરતા હોવાની મુસાફરોમાં ફરીયાદો ઉઠેલ છે. એક સ્‍ટેશનથી બીજા સ્‍ટેશને બસો સમયસર પહો઼ચતી ન હોવાના કારણે મુસાફરો મુશ્‍કેલીમાં સપડાઇ રહેલ છે. મુસાફરો દ્વારા ડ્રાઇવર ક૯કટરને બસ મોડી પહોંચવાની અંગેની ફરીયાદ કરતા તોછડુ વર્તન કરતા હોવાની ફરીયાદો અંગે પગલા ભરવા માંગણી ઉઠેલ છે. જે સ્‍ટેન્‍ડ ઉપર વોલ્‍ટ ન હોવા છતા પણ લાંબો સમય સમયનો ઉલાળીયો કરી હોલ્‍ટ અપાતો હોવાના કારણે બસો મોડી આવતી હોવાનું મુસાફરોએ જણાવેલ હતુ. સમય બધ્‍ધતાના સુત્રના ઉલાળીયો કરી મુસાફરોને બાનમાં લેનારા આવતા ડ્રાઇવર કંડકટર સામે પગલા ભરવામાં નહી આવે તો સરકારમાં રજુઆત કરવામાં આવશે.

 

(11:43 am IST)