Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

માળીયા મિંયાણા : સગાઇ કરવા માટે યુવતી અને પિતાને ધમકી

યુવતીનું અપહરણ કરવાની પણ ધમકી આપી : જૂના દેવળીયાના અજય અને તેના પિતા સામે ફરિયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં યુવતી તથા તેના પિતાને પિતા પુત્રે ફોન કરી સગાઇ કરવા માટે ધમકાવી તથા અપહરણ કરી ભગાડી લઇ જઈ બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાનાᅠ ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતી યુવતીને તથા તેના પિતા ને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં રહેતા આરોપી અજયભાઇ ભરતભાઇ ભોરણીયા અને તેના પિતા ભરતભાઇ દેવજીભાઇ ભોરણીયાએ છેલ્લાᅠ૬ᅠમાસથી પિતા-પુત્ર તેને અવારનાર ફોન કરીને ᅠસગાઇ કરવા માટે દબાણ કરતા હતા. આટલે થી જ ન અટકતાં બન્ને ઈસમો તેનું અપહરણ કરી ભગાડી લઈજઇ બદનામ કરવાની ધમકી પણ આપતા માળિયા પોલીસ મથકમાં યુવતીએ બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:32 pm IST)