Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વેરાવળમાં મોંઘવારીથી અને સતત દુકાનો નવી બનતી હોવાથી વેચાણમાં ભારે અસર

શહેરમાં વેચાયા વગર ૧૦૦૦થી વધારે દુકાનોની સંખ્‍યા પહોચી મુળ માલીક, રોકાણકારો ફસાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪:  સોમનાથ વિસ્‍તારમાં છેલ્લા કેટલાય સમય થી અનેક વિસ્‍તારોમાં દુકાનો બની રહી છે જેથી માલીકો,રોકાણકારો દ્રારા આર્થિક બોજોવધેલ છે જે ગ્રાહકો મળવા જોઈએ તે પુરતી સંખ્‍યામાં મળતા ન હોવાથી આખા વિસ્‍તારમાં ૧૦૦૦થી વધારે દુકાનો માલીકો,રોકાણ કારો દ્રારા રોકાણ કરેલ છે તે વેચાયા વગરની ઘણા સમયથી પડેલ હોય તેથી નાણા ફસાયેલ છે જેની હવે અસર દેખાવા લાગી છે.

વેરાવળ સોમનાથના અનેક વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં બિલ્‍ડર્સો દ્રારા દુકાનો બનાવી વેચાણ માટે મુકાયેલ હોય તેમજ મુખ્‍ય બજારોમાંપણ ત્રણ થી સાત માળના શોપીગ સેન્‍ટરો બનાવેલ હોય ત્‍યાં ફકત નીચેની દુકાનો મોટા ભાગની વેચાયેલ હોય પહેલો માળથી લઈ પાંચમાં માળ સુધી અમુક દુકાનો રોકાણકારો લીધેલ હોય જેની સંખ્‍યા ૧૦૦૦ થી વધારે હોય જાણવા મળેલ છે દુકાનોની સંખ્‍યા વધુ હોય વેચાણ ઓછું હોય તેમજ આ શહેર માં ગમે તેટલું સારૂ શોપીગ સેન્‍ટર બને તેમાં પહેલા માળે અથવા તેમની ઉપર ની દુકાનોમાં ગ્રાહકો કયારેય જતા નથી જુના શોપીગ સેન્‍ટરોમાં પણ આવી અનેક દુકાનો બંધ હાલતમાં છે રોકાણકારો દ્રારા મોટું આર્થિક ફાયદો થશે તેમ માની નાણા રોકવામાં આવેલ હતા પણ જે ભાવ થી લીધેલ હતી તેનાથી ૧પ થી રપ ટકા ઓછા ભાવે વેચાવા કાઢેલ હોય તેમ જાણવા મળેલ છે હાલમાં વ્‍યાજદરો પણ ખુબ વધી જતા જે આસામીઓએ વ્‍યાજે લીધેલા છે તે પણ વ્‍યાજ ભરી શકતા ન હોય જેથી મોટા ભાગની દુકાનો વેચવા અથવા ભાડે માટે બોર્ડ લગાડેલ છે.

જમીન મકાનની દલાલી કરતા અનેક દલાલોએ જણાવેલ હતું કે બજારમાં મોધવારી હોય આર્થિક મંદીના લીધે કામકાજ સ્‍થિર થયેલ છે મોટા ભાગના બદલાના સોદા થાય છે જેની પાસે નાણાની સગવડતા છે તે પોતાના ભાવે મીલ્‍કતો ખરીદે છે આ આસામીઓ પાસે નાણા એટલી મોટી છુટ હોય છે કે ગમે તેટલા રોકડા નાણા ચુકવી શકે પણ તાત્‍કાલીક પૈસા કમાવવાની ગણતરીથી દુકાનો બનાવેલ હોય તેમજ જેને રોકાણ કરેલ હોય તે રોકાણ કારો મુશ્‍કેલીમાં મુકાયેલ છે.

વેરાવળ સોમનાથ શહેર સિવાય અનેક નગરોમાં પણ આજ પરીસ્‍થીતી છે વેચાયા વગરની દુકાનોની સંખ્‍યા ખુબ મોટી થતી જતી હોવાથી આર્થિક ક્ષેત્રે પણ અસર હવે દેખાવા લાગી છે.

(1:33 pm IST)