Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

અમરેલીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

 અમરેલી : સાવરકુંડલા રોડ, હિરાનગરની પાછળ બાવળની કાટમાં હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂા. ૧૦,૧૦૦ સાથે (૧) ભૂપતનાથ બાબુનાથ પરમાર (ઉવ.૫૬) ધંધો મજુરી રહે અમરેલી, સાવરકુંડલા રોડ હિરાનગર, (૨) અનિલભાઇ ન્‍યાલભાઇ માંગરોળીયા (ઉવ.૨૫)  ધંધો મજુરી રહે. વિજપડી નવાગામ રોડ જી.ઇ.બી. ની પાસે તા. સાવરકુંડલા (૩) ભીખાભાઇ કાનાભાઇ ધાંધલ (ઉવ.૩૬)ધંધો ડ્રાઇવીંગ રહે. અમરેલી સાવરકુંડલા રોડ હિરાનગરને ઝડપી લીધા હતા. આ કામગીરી હિમકરસિંહ, પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચનાથી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એ.આર.છોવાળા પો.સબ. ઇન્‍સ. તથા અમરેલી રૂરલ પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(5:45 pm IST)