Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કેશોદ વિસ્તારની આર્થિક પ્રગતિ માટે એકાદ મોટો ઉદ્યોગ શરૂ કરવા માંગ

કેશોદ, તા.૩: સ્થાનિક કેશોદ તેમજ ગ્રામ્ય વિસ્તારની આર્થિક અને ધંધાકિય સ્થિતિ કાયમી ધોરણે પ્રગતિ કરતી રહે તે માટે આ વિસ્તારમાં સરકારી ધોરણે એકાદ મોટો ઉદ્યોગ શરૂ કરાવવા માટે રાજયના મુખ્ય મંત્રી સમક્ષ સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના અઠાવનમાં સ્થાપપ્ના દિન નિમિતે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયેલા સ્થાનિક ચેમ્બરના શ્રી ડાયાલાલ મોહનલાલ વેકરીયા (ર) અશોકભાઇ રાયચડા (૩) સાગરભાઇ બારોડ તથા અન્ય આગેવાનોએ ઉપરોકત માગણી કરતુ આવેદન પત્ર મુખ્યમંત્રીને આવ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે આ વિસ્તારમાં એક પણ મોટો ઉદ્યોગ નથી. આ વિસ્તાર માત્ર તે માત્ર ખેતી આધારિત છે વરસાદ ઓછો થાય, સમયસર ન થાય તો આ વિસ્તારની સ્થિતિ અતિ ખરાબ થાય છે અને આવુ અવાર-નવાર બને છે તેના સીધા પરિણામરૂપે અન્ય વિસ્તારોની સરખામણીમાં કયારેય આ વિસ્તાર પ્રગતિ કરી શકયો નથી.

બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ જોઇએ તો આ વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ  રહયો છે આ બંને મુદ્દાઓ ધ્યાનમાં રાખી આ વિસ્તાર એકાદ મોટો ઉદ્યોગ શરૂ કરાવે તે અતિ જરૂરી અને મહત્વનો છે.

(1:44 pm IST)