Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્‍કની વેરાવળ શાખાનો પ્રારંભ

સુત્રાપાડાઃ જિલ્લા સહકારી બેન્‍કલી.ની વેરાવળ શાખાના નવનિર્મિત મકાનનો પ્રારંભ સાંસદ રાજેશભાઇ ચુડાસમાના હસ્‍તે જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, ઝવેરીભાઇ ઠકરાર, કાળાભાઇ ઝાલા, કિરીટભાઇ પટેલ, મનુભાઇ ખૂંટી તથા બેન્‍કના ડાયરેકટરોની હાજરીમાં કરાયો હતો. પ મહિનાના ટૂંકા ગાળામાં નવા મકાનનું આધુનિકરણ કરી  બનાવવામાં આવેલ છે. જેમાં લોકર સુવિધા, એટીએમ સેવા, આધુનિક બેંકિગ સેવા પુરી પાડવામાં આવશે. જેમા બેન્‍કના સીઇઓ કિશોરભાઇ ભટ્ટ તેમજ સ્‍ટાફ હાજર રહ્યા હતા.( તસ્‍વીર- અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)

(1:51 pm IST)