Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

યોગ અને આરોગ્‍યનો પ્રસાર અને પ્રચાર સાયકલ યાત્રા દ્વારા કરતો રધુવંશી યુવાન

ધ્રોલ : નાગપુર (એમ.પી.) નાં રહીશ લોહાણા રધુવંશી યુવક મેહુલ લાખાણી જે તા. ૨૧/૬/૨૦૨૧ નાં યોગ દિવસે યોગ અને આરોગ્‍ય વિશે લોક જાગળતી નાં પ્રચાર અને પ્રસાર માટે નાગપુરથી સાયકલ માં ૧૮૦૦૦ કી.મી. ની યાત્રા કરી  ધ્રોલ મુકામે આવતા ધ્રોલ લોહાણા મહાજનનાં હોદેદારો દ્વારા કુલહારથી સન્‍માન કરવામાં આવેલ અને તેમની આગળની યાત્રા માટે શુભકામનાઓ પાઠવવામાં આવેલ. તેઓ ધ્રોલ થી કચ્‍છ થઇ રાજસ્‍થાન જવા નીકળેલ છે અને સમગ્ર ભારત દેશમાં એક લાખ કી.મી.ની સાયકલ યાત્રા કરશે. (તસ્‍વીર : સંજય ડાંગર ધ્રોલ )

(1:53 pm IST)