Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પોરબંદર નગરપાલિકાના મનઘડત નિર્ણયોથી નાના ધંધાર્થીઓ હેરાન

(પરેશ પારીખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ :  નગરપાલિકા દ્વારા વખતોવખત મનઘડત નિર્ણયો લેતી હોય નાના ધંધાર્થીઓ અને રેકડી ચાલકો હેરાન થઇ રહ્યાં છે.

નગરપાલિકા દ્વારા કેટલાંક નિર્ણયોથી નાના ધંધાર્થીઓ મંદીના સમયમાં પરેશાન છે ત્યારે બીજીબાજુ શહેરમાં ગેરકાયદે બનતા બિલ્ડીંગો અને આવા બિલ્ડીંગમાં સરકારના નિયમ મુજબ પાર્કિગની જગ્યા છોડવાની હોય ત્યારે આવા પાર્કિગની જગ્યામાં બાંધકામ કરનાર સામે પગલા લેવાતા નથી બિલ્ડીંગના નકશામાં પાર્કિંગની જગ્યા દર્શાવે છે. ત્યારે સ્થળ ઉપર વાસ્તવિકતા અલગ હોય છે તે સામે પાલિકા પગલા ભરતી નથી તેવી ફરીયાદો ઉઠી છે.

પાલિકાની બાંધકામ કમીટીમાં બાંધકામ મંજુરી મુકવામાં આવે છે. ત્યારે નિયમ મુજબ પરમીશન અપાતી નથી અને ભ્રષ્ટાચાર વધે છે તેવી ચર્ચા થઇ રહી છે.  શહેરમાં પેટીયુ રળતા નાના ધંધાર્થીઓને પાલિકા દ્વારા યેનકેન રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય પાલિકા સામે રોષ વ્યાપી ગયેલ છે.

(1:56 pm IST)