Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પોરબંદર-છાંયામાં સમસ્ત ઘેડીયા કોળી સમાજ દ્વારા રામદેવજી પ્રભુનો પાટોત્સવ તથા જ્ઞાતિ મિલન સમારંભ યોજાશે

સંતો મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સામૈયા મહાપ્રસાદ તથા સંતવાણીની જમાવટ થઇ

પોરબંદર, તા., ૧૪: છાંયા ખાતે નવાપરા ઘેડીયા કોળી સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ અને મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સંતો, મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી પ્રેરક રહી હતી.

શ્રી ઘેડીયા કોળી સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં છાંયા મેઇન રોડ બાલવી માતાજી મંદિર પાછળ આવેલી ન્યુ ઘેડીયા કોળી સમાજ છાંયા પ્લોટ ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાયો હતો. ઘેડીયા કોળી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ દેવાયતભાઇ ઠેબાભાઇ વાઢીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા  રામદેવજી મહારાજના પાટોત્સવ તથા ધર્મસભામાં મુખ્ય મહેમાન પદે મહામંડલેશ્વર ૧ં૦૮ના ગાદીપતી પરમ પૂજય શ્રી ગરષી ભારતી મહારાજ, છાંયા નવપરા શિવશકિત આશ્રમના મહંત પ.પૂ. ક્રિષ્ન જયોતી બાપુ, ગીર સોમનાથ વેરાવળના ધારાસભ્ય શ્રી વિમલભાઇ ચુડાસમા, પોરબંદરના ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ સિંચાઇ મંત્રી બાબુભાઇબોખીરીયા, માંગરોળના પુર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ કીરીટભાઇ મોઢવાડીયા, ગુજરાત રાજય અખીલ ભારતીય કોળી સમાજ પ્રભારી હેતલબેન વાજા તેમજ અતિથિ વિશેષ તરીકે સંતશ્રી ભીમભાઇ બગીયા, જીલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઇ ડાકી તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી ગીગાભાઇ ચાવડા, સમાજરત્ન  ડો.ઇશ્વરલાલ ભરડા ઉપસ્થિત રહયા હતા.

 મહામંડલેશ્વર ૧૦૮ના પરમ પૂજય ગાદી પતિ ઋષી ભારતી મહારાજે ધર્મસભાનું મંગલદીપ પ્રગટાવી આશીર્વચનો પાઠવતા જણાવ્યું હતું કે સંઘે શકિત કલેયુગે કલયુગમાં સંઘ શકિત મહત્વની છે. ભારતમાં અંગ્રેજોની વસ્તી ૧૦ હજારની હતી જયારે તેની સામે દેશમાં ભારતીયોની વસ્તી ૩૦ કરોડ હતી. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતી અપનાવી દેશમાં રાજ કર્યુ. આથી સમાજના ઉત્કર્ષ માટે સંગઠન જરૂરી ગણાવીને સમાજમાં વ્યાપેલી કુપ્રથા વ્યસનોને તિલાંજલી આપીને શિક્ષણને પ્રાધાન્ય  આપી આધ્યાત્મીક ભાવનાની ચેતનાને વધુ બળવતર બનાવવા આવા ધાર્મિક ઉત્સવોને જરૂરી ગણાવ્યા હતા.

ગિર સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ જણાવ્યું હતુ કે કોળી સમાજ પેટા જ્ઞાતિના વડા ત્યજી સંગઠીત નિવ્યર્સની બનીને શિક્ષણ પ્રત્યે જાગૃત બનવાનું આહવાન કર્યુ હતું.

પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયાએ જણાવ્યુ હતે કે દેશમાં ૨૧ કરોડ જેટલી અને ગુજરાત ૨૮ ટકાની વસ્તી ધરાવતો કોળી સમાજ તેમના શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે જાગૃત બની સમાજ ઉત્થાનમાં લાગી જવાની અપીલ કરી હતી.ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ સિંચાઇ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાતિમકતા શિરમોર રહી છે. ચાર પુરૂષાર્થ ધર્મ,અર્થ કામ અને મોક્ષની આ પરિભાષા વિશ્વના કોઇ દેશમાં નથી અને ચાર ધામની યાત્રાએ ભારતની એકતાનું દર્શન કરાવે છે. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદો જીવનનને ઉર્ધ્વગામી બનાવવાનો સંદેશ આપે છે. ન્યુ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રભારી હેતલબેન વાજા, તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગાભાઇ ચાવડા, સમાજ રત્ન ડો.ઇશ્વરભાઇ ભરડાએ સમાજને સુધારવાનું કામ યુવાનો અને મહિલાએ જ કરી શકશે સમાજના સર્વાગીણ  વિકાસ કરવા યુવાનો અને મહિલાઓને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

શુસોભિત પાલકી-ભજન સંકીર્તન મંડળો સાથે રામદેવજી મહારાજ સામૈયુ નીકળ્યુ હતું. જેમાં ગાદીપતિ ગુલાબબાપુ કોટવાર માલદેભાઇ કરગટીયાના માર્ગદર્શન તળે ઘેડ વિસ્તારમાં યુવા પ્રમુખ રામભાઇ બગીયા, લાખાભાઇ મોકરીયા, અરજનભાઇ આંગોલિયા, વિક્રમભાઇ ડોડીયા, વિજયભાઇ સગારકા વિરમભાઇ મોકરીયા મનુભાઇ માવદીયા, કરશનભાઇ કરગરીયા સહિત જોડાઇને ભકિત રંગ રંગાયા હતા.

મહિલા એડવોકેટ નોટરી જિલ્લા કોળી સમાજ મહિલા મંડળના પ્રમુખ હેતલબેન ન્યુ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રભારી મંત્રી તરીકે તથા ન્યુ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજ પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકે કાળુભાઇ ભુવાની વરણી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અજીતભાઇ પટેલ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઋત્વીકભાઇ મકવાણાએ નિમણુક આપતા તેમના નિમણુક ઓર્ડર મહામંડલેશ્વર ૧૦૮ના ગાદિપતિ પરમ પૂજ્યશ્રી ઋષિ ભારતીય મહારાજના વરદ હસ્તે એનાયત કરાયા હતા.

રાત્રે સંતવાણી કાર્યક્રમમાં સેવાકર્મી કોળી સમાજના અધિકારીઓ મેરૂભાઇ વાસણ (પીએસઆઇ) ડો.રમેશભાઇ ગરેજા, ડો.જે.કે.વાઢીયા, મોહનભાઇ બાલસ (પીએસઆઇ) શ્રી સરવૈયા (ફોરેસ્ટર) તેમજ શ્રેષ્ઠી ધર્મેશભાઇ ચુડાસમાનું સંતોના હસ્તે અભિવાદન કરાયુ હતું. સંતવાણીમાં કલાકારો વિજયભાઇ મોકરીયા, હેતલબેન વાઢીયા, ભાવનાબેન બામણીયા, રામસીભાઇ બામણીયા, શ્રીમતી લાખીબેન બામણીયા, સહિત અન્ય કલાકારો સોજીંદા ઉમેશભાઇ ગોંડલીયા ગ્રુપ દ્વારા ભવનો પ્રસ્તુત કરેલ હતા. નકલંગ નેજાધારી રામદેવજી મહારાજના પાટોત્સવ પ્રસંગે સંતો, મહંતો અને ભકત સુમદાય બહોળી સંખ્યામાં જોડાઇને જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ભકતજનોએ મહાપ્રસાદ લીધો હતો.

કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડો.મનીષાબેન બગીયાએ સંભાળ્યુ હતુ. આભાર દર્શન તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઇ બામણીયાએ કરી હતી.

આ ધાર્મિક ઉત્સવમાં પૂર્વ કાઉન્સીલ ભરતભાઇ બામણીયા, ભરતભાઇ રાઠોડ, મોહનભાઇ સોલંકી, ભગવાનજીભાઇ ચાવડા, ચંદુભાઇ બારૈચા, કાન્તિભાઇ કરગટીયા, લીલાભાઇ બળેજા, રામભાઇ વાઢીયા, રામદેવભાઇ ચુડાસમા (જૂનાગઢ), મહેશભાઇ રાઠોડ (માળીયાહાટીના), નારાણભાઇ રાઠોડ, કમલેશભાઇ ઘરસંડા, પરેશભાઇ ભરડા, મનોજભાઇ મકવાણા, ભીખુભાઇ મોકરીયા (સરપંચશ્રી) શાંતિબેન એરડા, જીવાભાઇ ભૂતિયા, ભીખુભાઇ વાજા (સરપંચશ્રી), રામભાઇ મોકરીયા, સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી કોળી સમાજના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(2:00 pm IST)