Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

પોરબંદર P.W.D ના કવાટરના રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાતને ઝડપી લેતી કમલાબાગ પોલીસ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લા માંથી દારુ/જુગારની  બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા  પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયાના તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ એચ.એન.ચુડાસમા તથા સર્વલન્સ સ્કવોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

 દરમ્યાન પો.કોન્સ ભીમશીભાઇ તથા વિરેન્દ્રસીંહ ને બાતમીમળેલ કે, પોરબંદર રામ ટેકરી રોડ થી જી.ઇ.બી રોડ P.W.D નો ડેલામાં આવેલ P.W.D ના ચોકીદાર કવાટરમાં રહેતા કરશનભાઇ કારાભાઇ કુછડીયા પોતાના કબ્જા ભોગવટાના કવાટરના મકાનમાં પોતાના ફાયદા માટે બહારથી માણસોને બોલાવી પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં પૈસા પાના વડે હાર જીતનો તીનપત્તી નામનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કૂલ સાત ઇસમો જુગારના સાહીત્ય તથા રોકડા રૂ.૨૦,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૧૯,૫૦૦/- મળી કૂલ કિ.રૂ.૩૯,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારા કલમ-૪-૫ મુજબનો ગુન્હો રજી. કરાવેલ.

    આરોપી (૧) કરશનભાઇ કારાભાઇ કુછડીયા (ઉવ.૬૨) ( રહે. રામ ટેકરી રોડ P.W.D નો ડેલો P.W.D ના કવાટર પોરબંદર)  (૨) વિક્રમ કેશવભાઇ ગોઢાણીયા (ઉવ.૬૫) ( રહે. નવો કુભારવાડો રૂપાલી હોટલ ની બાજુમાં પોરબંદર) (૩) અરજન નેભાભાઇ રાણાવાયા(ઉવ.૪૨)(રહે. નરસંગ ટેકરી સાંઇબાબાના મંદીર પાછળ પોરબંદર ) (૪) રાહુલ ગલાભાઇ કોડીયાતર (ઉવ.૩૮) (રહે. નરસંગ ટેકરી સુદામા પરોઠા હાઉસની પાછળ રબારીકેડા પોરબંદર) (૫) વિજય અરશીભાઇ સુંડાવદરા (ઉવ.૩૫) (રહે. નવો કુંભારવાડો શેરી નં.૨૩ વોર્ડ નંબર-૪ પોરબંદર ) (૬) રામ મેસુરભાઇ કોડીયાતર(ઉવ.૪૧)( રહે. નરસંગ ટેકરી સાંઇબાબાના મંદીર પાછળ પોરબંદર ) (૭) હેમાંન્શુ દિલીપભાઇ કડછા (ઉવ.૨૫) ( રહે. એરપોર્ટ ની સામે નંદની કેતન એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૫ પોરબંદર)ને ઝડપી લીધા છે

આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ના Pi એન.એન.રબારી તથા Psi એચ.એન.ચુડાસમા તથા Asi વી.એસ.આગઠ તથા પો.હેડ.કોન્સ જે.આર.કટારા ,બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ , વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા

(10:26 am IST)